Astro

વાંચો તમારું 01 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
1 Nov 20261 min read
TukuTouch Logo
આજના રાશિ ભવિષ્યમાં મેષ રાશિને કામમાં પ્રતિકૂળતા અને પારિવારિક ચિંતા જણાય. વૃષભ રાશિને યશ-પદ-ધનમાં વૃદ્ધિનો આનંદ મળશે. કર્ક રાશિના જાતકોને ધારેલા કામ થવાથી ઉત્સાહ રહેશે. કન્યા રાશિને કામમાં આકસ્મિક અનુકૂળતા મળતા પ્રગતિ થશે. ધન રાશિને તન-મન-ધનથી સંભાળીને રહેવા સલાહ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 01 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મિથુન : આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
સિંહ : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં નવી ઘરાકી આવી જાય.
ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય.
મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

  • અગ્નિદત્ત પદમનાભ