Gujarat

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ,૧૭ હજારથી વધુને વેકિસન અપાઈ

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ,૧૭ હજારથી વધુને  વેકિસન અપાઈ

 અમદાવાદ,બુધવાર,1 ડિસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સામાન્ય વધારો થયો છે.બુધવારે કોરોનાના નવા ૧૧ કેસ નોધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૧૭ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે.મ્યુનિ.હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં પહોંચતા લોકોની વેકિસનને લઈ સઘન તપાસ શરુ કરવામાં આવી છે.

બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા હતા.ચાર દર્દીઓ કોરોના મુકત થયા હતા.રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૬૯૧ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૩૮૯૦ લોકોને બીજો ડોઝ મળી કુલ ૧૭૫૮૧ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.મ્યુનિ.તરફથી અગાઉ જાહેરાત કરાયા છતા નારણપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં તેલના પાઉચ આપવામાં આવતા ના હોવાનું પૂર્વ મ્યુનિ.કર્મચારી તરફથી જાણવા મળ્યુ છે.ઘરસેવા વેકિસન યોજનામાં ૩૪૫૭ લોકોને  કોરોના રસી આપવામાં આવી છે.મ્યુનિ.હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચતા લોકો પાસેથી વેકિસનેશનના સર્ટીફિકેટ તપાસવામાં આવી રહ્યા છે.