Gujarat

કોમર્સમાં પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણીમાં 9636 બેઠકો ખાલી પડી

By GS Team
26 Jul 20202 mins read
This article was originally published on 26 Jul 2020
કોમર્સમાં પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણીમાં 9636 બેઠકો ખાલી પડી

અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં કોમર્સમાં પ્રથમ રાઉન્ડનું ફાઈનલ સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવાયુ છે.જેમાં સીટ એલોટમેન્ટમાં જ 9636  બેઠકો ખાલી પડી છે.

મેરિટ સમાવિષ્ટ કુલ 35522 વિદ્યાર્થીમાંથી 27033 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે.ફાળવણી બાદ 29મી સુધી બેંક ફી ભરાશે અને 1લી ઓગસ્ટથી એકેડમિક ટર્મ શરૂ થશે જ્યારે હજુ બીજો ઓનલાઈન રાઉન્ડ કમિટી દ્વારા કરવામા આવશે.

ધો.12 કોમર્સ પછીના બીકોમ,બીબીએ-બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટી રીલેટેડ પાંચથી વધુ કોર્સમાં ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે 36 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

હાલ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.જ્યારે સેન્ટ્રલ બોર્ડ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 10 ટકા બેઠક અનામત છે જેના માટે પછીથી પ્રવેશ પ્રક્રિયા થશે.ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 36669 કુલ બેઠકો છે.

જેમાં સૌથી વધુ બી.કોમની છે.પ્રથમ રાઉન્ડનું ફાઈનલ સીટ એલોટમેન્ટ બે દિવસ મોડા ગઈકાલે મોડી રાત્રે જાહેર થયુ છે.જેમાં કુલ 27033 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે.જ્યારે 9636 વિદ્યાર્થીઓ તેમના મેરિટ મુજબ ચોઈસના અભાવે પ્રવેશથી હાલ વંચિત રહ્યા છે.

ફાળવાયેલ પ્રવેશમાં જનરલ કેટેગરીમાં 15560, એસસી કેટેગરીમાં 2933 ,એસટી કેટેગરીમાં 417, એસઈબીસી કેટેગરીમાં 6392 અને ઈડબલ્યુએસ કેટેગરીમાં 1192 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે.જ્યારે ઈડબલ્યુએસ કેટેગરીમાં ફીમેલ કેટેગરીમાં 480 અને ફીઝિકલ હેન્ડિકેપ કેટેગરીમાં 52 તથા એક્સ સર્વિસમેન કેટેગરીમાં 7 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે.

કોમર્સમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની મળીને બી.50થી વધુ સરકારી-ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો છે જ્યારે બીબીએ-બીસીએની 30થી વધુ કોલેજો છે.

આ ઉપરાંત એમબીએ ઈન્ટિ.-એમએસીઆઈટી ઈન્ટિં.ની યુનિ.ના કેમ્પસમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ 275-275 બેઠકો છે. જ્યારે હાયર પેમેન્ટ-ફી ધરાવતા અને યુનિ.કેમ્પસમાં ચાલતા ત્રણ ઈન્ટિગ્રેટેડ કોર્સનો પણ કોમર્સ પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ થાય છે.કુલ મળીને ચોઈસ ફિલિંગ અંતર્ગત 192 ચોઈસ સ્લોટનો સમાવેશ થાયો છે.