Lifestyle & Fashion

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો

By GS Team
30 Mar 20262 mins read
TukuTouch Logo
જો તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. એક સમયે માત્ર ફોન કરવાના હેતુથી વપરાતો મોબાઈલ ફોન આજે એટલો સ્માર્ટ બની ગયો છે કે તે હવે એક દર્પણ અને સાથીની જેમ કામ કરે છે. ઘણીવાર તે તમારી ટીકા પણ કરે છે. જેના કારણે તમારા ખાનપાન પર અને તમારી જાતને મૂલવવાની રીત પર અસર થાય છે. સ્માર્ટફોનની લતને કારણે લોકોમાં હવે ફૂડ એડિક્શન સહિતની ભોજન સાથે જોડાયેલી સમસ્યાઓ વધવા લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો
(IMAGE - ENVATO)

Smartphone Addiction: જો તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. એક સમયે માત્ર ફોન કરવાના હેતુથી વપરાતો મોબાઈલ ફોન આજે એટલો સ્માર્ટ બની ગયો છે કે તે હવે એક દર્પણ અને સાથીની જેમ કામ કરે છે. ઘણીવાર તે તમારી ટીકા પણ કરે છે. જેના કારણે તમારા ખાનપાન પર અને તમારી જાતને મૂલવવાની રીત પર અસર થાય છે. સ્માર્ટફોનની લતને કારણે લોકોમાં હવે ફૂડ એડિક્શન સહિતની ભોજન સાથે જોડાયેલી સમસ્યાઓ વધવા લાગી છે.

સ્માર્ટફોન અને ખાનપાન વચ્ચે સીધો સંબંધ

જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર સ્માર્ટફોનના અયોગ્ય ઉપયોગ અને ખાનપાનની સમસ્યાઓના લક્ષણો વચ્ચે સ્પષ્ટ કડી રહેલી છે. ખાનપાનની સમસ્યાઓમાં શરીર બાબતે અસંતોષ, લાગણીશીલ બની જવું અને ખાવાની લત પડવાની સમસ્યાનો સમાવેશ થાય છે. 52,000 યુવાનોને આવરી લેતો આ અભ્યાસ કરવા માટે પબમેડ અને એમ્બેઝ નામના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વૈશ્વિક સ્તરે જોવા મળતી સમાન સમસ્યા

વિવિધ દેશો અને વિવિધ વયજૂથના લોકોમાં આ સમસ્યા એકસમાન જણાઈ છે. આ અભ્યાસ અનુસાર જે લોકો તેમના સ્માર્ટફોન પર વધારે સમય ગાળતા હોય અને ટેવવશ અયોગ્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય તેઓ તેમના શરીર બાબતે નકારાત્મક લાગણી અનુભવે છે અને તેમનું ખાનપાન અવ્યવસ્થિત બની જાય છે.

મોબાઈલનો વપરાશ અને સતત તંગદિલી

લાગણીનો સંઘર્ષ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સતત તંગદિલી અનુભવવી, મૂડ ઉખડેલો રહેવો અને લાગણીઓ પર કાબૂ ન રહેવો જેવી સમસ્યાઓ વધારે પડતાં ફોનના ઉપયોગ અને ખાવાની સમસ્યાઓને જોડે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મૂડમાં ફેરફાર થાય છે તેની સીધી અસર દૈનિક ભોજન પર થાય છે.

આ પણ વાંચો: યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત

સ્માર્ટફોનના એડિક્શનથી છૂટકારો માટે આવું કરવા નિષ્ણાતોની સલાહ:

1. તમારે કાગળ પેન લઈ સુડોકુ કે ક્રોસવર્ડ ભરવાની ટેવ પાડવી જોઈએ જેથી તમારું ધ્યાન મોબાઈલના સ્ક્રીન પરથી હટે.

2. રુબિક ક્યુબ રમવું. આ કામ પ્રથમ અઘરું લાગે પણ બાદમાં તેમાં મજા પડવા માંડે છે.

3. ડાયરી લખવી. જેમાં તમારી પ્રગતિ અને અનુભવોનું આલેખન કરવું.

4. ચાલવા જવું. તાજી હવામાં ચાલવાથી મન તરોતાજા બને છે અને મૂડ સુધરે છે.

5. પુસ્તક વાંચવું. તમને ગમતા વિષય કે લેખકનું પુસ્તક વાંચો. વાંચવાથી મગજ હળવું બને છે અને તમારી કલ્પનાશક્તિ ખીલે છે.

6. કોઈની સાથે વાત કરો. પરિવાર કે મિત્રો સાથે સમય વીતાવો. 

7. ઓનલાઇન ચેટિંગ કરતાં ખરેખર વાતચીત કરવી ઘણી સારી બની રહે છે.

8. શોખ કેળવો. રાંધણ કળા, બાગકામ કરવા જેવા શોખ કેળવો.