Lifestyle & Fashion

ગુલાબની સુગંધ સારી રીતે ભણવામાં અને ઊંઘવામાં મદદ કરશે, જાણો કેવી રીતે

By GS Team
12 Feb 20201 min read
This article was originally published on 12 Feb 2020
ગુલાબની સુગંધ સારી રીતે ભણવામાં અને ઊંઘવામાં મદદ કરશે, જાણો કેવી રીતે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

ગુલાબની સુગંધ સારી ઊંઘ અને વાંચનમાં એકાગ્રતા વધારવામાં સહાયક છે. આ તથ્ય એક નવા સંશોધન બાદ બહાર આવ્યું છે. આ બાબતે પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ વાત કહેવામાં આવી છે. આ સંશોધન અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ એવી જગ્યાએ વાંચતો હતો જ્યાં ગુલાબની સુગંધ પ્રસરેલી હતી અને બીજાના રુમમાં ન હતી. 

આ સંશોધન બાદ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે,  આ પરીક્ષણ પરથી સાબિત થયું છે કે ગુલાબની સુગંધ અભ્યાસ સારી રીતે કરવામાં સહાયક છે. તેની અસર રોજિંદા જીવનમાં પણ મદદગાર સાબિત થાય છે.  આ સંશોધન માટે દક્ષિણ જર્મનીની એક શાળાના ધોરણ 6ના 54 વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 

આ સંશોધનમાં ભાગ લેનારાઓ બાળકો અંગ્રેજી શીખતા હતે અને તે વખતે તેમના ઘરે ડેસ્ક પર ગુલાબની સુગંધિત ધૂપસડીઓ મુકવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે પણ પથારીની નજીકમાં ધૂપસડી મુકવામાં આવી હતી. આ સિવાય કેટલાક બાળકો પાસે ધૂપસડી રાખવામાં આવી ન હતી. આ બંને સમુહના બાળકોનું જે પરીણામ આવ્યું તેમાં ગુલાબની સુગંધ સાથે ભણેલા અને સૂતા બાળકોમાં ઊંઘ અને અભ્યાસનું સ્તર અન્ય કરતાં 30 ટકા સારુ હતું.