Lifestyle & Fashion

ભારતની એક નદી, જે ક્યારેય નથી મળતી સાગરને

By GS Team
21 Dec 20182 mins read
This article was originally published on 21 Dec 2018
ભારતની એક નદી, જે ક્યારેય નથી મળતી સાગરને

નદીની વાત આવે એટલે આપણે એવું માની જ લઇએ છીએ કે દરેક નદી જઇને સાગરને મળે છે. આ એક કુદરતી ઘટનાક્રમ છે પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવવાના છીએ સાગરમાં જઈને નહીં પણ બીજે ક્યાંય લુપ્ત થાય છે.

પહાડોમાંથી નકળતી આ નદી આપણા દેશમાં જ છે.  લૂની નદી નામની આ નદી અરવલ્લી પર્વત પાસે આવેલા આનાસાગરથી ઉત્પન્ન થઇને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં પ્રવાહિત થતી કચ્છના રણમાં જઇને મળે છે. આ નદીનો ઉદભવ રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરનની ઉંચાઈએ આવેલા નાગની પહાડીઓ પર થાય છે અને તેની લંબાઈ 495 કિમી છે. 

આ નદીની ખાસિયત માત્ર એ જ નથી કે તે સાગરને જઈને નથી મળતી પરંતુ નવાઈની વાત એ છે કે બાડમેરથી પસાર થયા પછી તે ખારી થઇ જાય ચે. અજમેરથી નીકળી દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાન નાગૌર, જોઘપુર, પાલી, બાડમેર, જાલૌર જિલ્લામાંથી વહેતી આ નદી કચ્છના રણમાં આવીને લુપ્ત થઇ જાય છે.

નદીથી જીવનજરૂરી જળ મળે છે અને તેથી જ પ્રાચીન સમયથી જ લોકો નદી કિનારે વસવાટ કરતાં આવ્યાં છએ. શરૂઆતના 100 કિમી સુધી લૂના નદીનું પાણી મીઠું હોય છે પણ બાડમેર પછી તેના પાણીમાં ખારાશ આવી જાય છે.  જેનું કારણ એ છે રે રણ વિસ્તારમાંથી પસાર થતી વખતે રેતમાં મળેલા મીઠાના કણ પાણીના ભળી જવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.

રાજસ્થાનના ઘણાં જિલ્લાઓમાં લૂની નદી સિંચાઈઆનો પ્રમુખ સ્ત્રોત છે. આ નદી રાજસ્થાનના લોકોની જીવાદોરી સમાન હોવાથી લોકો એની પૂજા કરે છે. ચોમાસામાં તો એની સુંદરતા ખાસ્સી વધી જાય છે.