Lifestyle & Fashion

બ્લેકહેડ્સને કરવા હોય દૂર તો અજમાવો આ રીત

By GS Team
7 Jan 20202 mins read
This article was originally published on 7 Jan 2020
બ્લેકહેડ્સને કરવા હોય દૂર તો અજમાવો આ રીત

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2020, મંગળવાર

કોઈપણની ઈચ્છા હોય કે તેનો ચહેરો સાફ, બેદાગ અને સુંદર રહે. પરંતુ ક્યારેક ખીલ તો ક્યારેક બ્લેકહેડ્સ ચહેરાની સુંદરતા પર દાગ લગાવી દે છે. આજકાલ તો પ્રદૂષણ પણ એટલું વધારે હોય છે કે તેની અસર પણ ત્વચા પર થાય છે. ત્વચા પર વારંવાર બ્લેકહેડ્સ થતા હોય તો તેને ક્લિનઅપ કરીને દૂર કરાવવું પડે છે. જો કે થોડા દિવસોમાં બ્લેકહેડ્સ ફરીથી દેખાવા લાગે છે. આવામાં કેટલાક ઘરગથ્થુ ઉપાય તમને કામ આવી શકે છે. 

ઈંડા

બ્લેકહેડ્સને દૂર કરવા માટે ઈંડાનો સફેદ ભાગ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે એક ઈંડાની સફેદી લઈ અને મધ સાથે ચહેરા પર લગાવો. તે ડ્રાય થઈ જાય એટલે હુંફાળા પાણીથી તેને સાફ કરી લો. સપ્તાહમાં બે વખત આ પ્રયોગ કરવાથી બ્લેકહેડ્સ થતા બંધ થઈ જશે. આ માસ્કથી ચહેરા પર નિખાર પણ આવશે.

તજ

એક ચમચી તજના પાવડરમાં લીંબૂનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. લીંબૂમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે બ્લેકહેડ્સ અને વાઈટહેડ્સને દૂર કરે છે. તેનાથી ખીલ પણ મટી જાય છે. આ માસ્કને સપ્તાહમાં 3,4 વખત લગાવવું. 

એલોવેરા

એલોવેરા ત્વચા માટે લાભકારી છે. તેનાથી ખીલ, બ્લેકહેડ્સ દૂર થાય છે. તે ત્વચાના રોમછિદ્રોને સાફ કરે છે અને ત્વચાની ગંદકી દૂર થાય છે. એલોવેરાના ગરને કાઢી અને 10 મિનિટ માટે ચહેરા પર લગાવો. 

હળદર

હળદર ત્વચા માટે વરદાન છે. એક ચમચી હળદરના પાવડરમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર તે ભાગમાં લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. 

મેથી

મેથી શરીર માટે લાભકારી છે. તેના માટે મેથીના પાનમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરો.