Lifestyle & Fashion

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

By GS Team
26 Feb 20262 mins read
TukuTouch Logo
કલ્પના કરો કે તમે કોઈ શાંતિભરી મીટિંગમાં બેઠા છો અથવા કોઈ ખાસ પ્રસંગે પિન-ડ્રોપ સાયલન્સ છે અને અચાનક તમને છીંક આવવાની તૈયારી હોય અને એવા જ સમયે આસપાસના લોકો શું વિચારશે એવા 'શિષ્ટાચાર' કે શરમના માર્યા આપણે નાક અને મોઢું દબાવીને તે છીંકને અંદર જ રોકી દઈએ છીએ. આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિ સંભાળી લીધી, પણ શું તમે જાણો છો કે આ એક સેકન્ડની રોકાયેલી છીંક તમારા શરીરની અંદર કેવો વિનાશ નોતરી શકે છે? તબીબી નિષ્ણાતોના મતે, છીંક રોકવી એ શરીરની કુદરતી પ્રક્રિયા સાથે ચેડા કરવા જેવું છે, જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ
(IMAGE - ENVATO)

Health risks of stopping sneeze: કલ્પના કરો કે તમે કોઈ શાંતિભરી મીટિંગમાં બેઠા છો અથવા કોઈ ખાસ પ્રસંગે પિન-ડ્રોપ સાયલન્સ છે અને અચાનક તમને છીંક આવવાની તૈયારી હોય અને એવા જ સમયે આસપાસના લોકો શું વિચારશે એવા 'શિષ્ટાચાર' કે શરમના માર્યા આપણે નાક અને મોઢું દબાવીને તે છીંકને અંદર જ રોકી દઈએ છીએ. આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિ સંભાળી લીધી, પણ શું તમે જાણો છો કે આ એક સેકન્ડની રોકાયેલી છીંક તમારા શરીરની અંદર કેવો વિનાશ નોતરી શકે છે? તબીબી નિષ્ણાતોના મતે, છીંક રોકવી એ શરીરની કુદરતી પ્રક્રિયા સાથે ચેડા કરવા જેવું છે, જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

કેમ આવે છે છીંક? જાણો તેની પાછળનું વિજ્ઞાન

વાસ્તવમાં, છીંક આવવી એ આપણા શરીરની એક કુદરતી સુરક્ષા પ્રણાલી છે. જ્યારે ધૂળના રજકણો, પરાગરજ, કોઈ તીવ્ર ગંધ કે વાયરસ નાકની અંદર પ્રવેશે છે, ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે છીંક દ્વારા પ્રતિક્રિયા આપે છે. આ એક પ્રકારનું 'સેફ્ટી એલાર્મ' છે જે ફેફસાં અને શ્વસનતંત્રને સાફ રાખવામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને શરદી કે એલર્જી વખતે છીંક આવવી એ સામાન્ય બાબત છે. તેથી તેને રોકવાને બદલે એ સમજવું જરૂરી છે કે આ શરીરની સફાઈ કરવાની એક પ્રક્રિયા છે, તેમાં શરમાવા જેવું કંઈ જ નથી.

છીંક રોકવી પડી શકે છે મોંઘી: જાણો ગંભીર અસરો

જો તમે છીંકને પરાણે રોકવાનો પ્રયાસ કરો છો, તો શરીર પર તેની ગંભીર અસરો થઈ શકે છે. જ્યારે આપણે નાક અને મોઢું બંધ કરીને છીંક રોકીએ છીએ, ત્યારે શરીરની અંદર હવાનું દબાણ અચાનક વધી જાય છે. આ દબાણ કાન, ગળું અને મગજની નસો પર સીધી અસર કરે છે. મેડિકલ રિપોર્ટ્સમાં એવા કિસ્સાઓ પણ નોંધાયા છે જેમાં છીંક રોકવાને કારણે કાનનો પડદો ફાટી ગયો હોય અથવા ગળાની નસોમાં ગંભીર ઈજા થઈ હોય. આટલું જ નહીં, આ દબાણથી માથામાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા કે ગરદનમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક દુર્લભ કિસ્સાઓમાં તો લોહીની નળીઓ ફાટવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર

તેથી, જ્યારે પણ છીંક આવે ત્યારે તેને ક્યારેય રોકવી જોઈએ નહીં, પરંતુ તેને યોગ્ય રીતે આવવા દેવી જોઈએ. છીંકતી વખતે મોઢા અને નાક પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખવું જોઈએ જેથી ચેપ ન ફેલાય. જો રૂમાલ પાસે ન હોય તો કોણીના અંદરના ભાગમાં છીંક ખાવી એ સુરક્ષિત રીત છે. આમ કરવાથી આસપાસના લોકોને ચેપથી બચાવી શકાય છે. છીંક આવ્યા પછી હાથ સાબુથી વ્યવસ્થિત ધોવા પણ એટલા જ જરૂરી છે. યાદ રાખો, સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જ તમને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે.