રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Clean Your Refrigerator in 5 Minutes: આજના સમયમાં દરેક ઘરના કિચનમાં ફ્રિજ એક અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ ઘણીવાર ફ્રિજ બહારથી સાફ દેખાતું હોવા છતાં, અંદરના ખૂણાઓમાં ગંદકી, ચીકાશ અને દુર્ગંધ જમા થઈ જતી હોય છે. ગંદા ફ્રિજમાં રાખેલો ખોરાક પણ જલદી બગડી જવાની શક્યતા રહે છે. જો તમારું ફ્રિજ પણ ગંદુ થઈ ગયું હોય, તો કેટલાક ઘરેલું નુસખાઓ દ્વારા તેને માત્ર 5 મિનિટમાં જ નવા જેવું ચમકાવી શકાય છે.
સફેદ વિનેગર
ફ્રિજની સફાઈ માટે સફેદ વિનેગર(White Vinegar) સૌથી ઉત્તમ વિકલ્પ છે. વિનેગરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગંદકી અને ચીકાશને મિનિટોમાં દૂર કરે છે. આ માટે પાણીમાં થોડું વિનેગર ભેળવી સ્પંજની મદદથી ફ્રિજના ખૂણેખૂણા સાફ કરી શકાય છે. તે ડાઘ દૂર કરવાની સાથે બદબૂ પણ મટાડે છે.
બેકિંગ સોડા
તેવી જ રીતે, બેકિંગ સોડાનો ઉપયોગ પણ ખૂબ અસરકારક છે. બેકિંગ સોડાને નવશેકા પાણીમાં લીંબુના રસ અને વિનેગર સાથે ભેળવીને તેનાથી ફ્રિજની દીવાલો અને શેલ્ફ સાફ કરવાથી જીદ્દી ડાઘા સરળતાથી નીકળી જાય છે.
લીંબુ
ફ્રિજમાં તાજગી જાળવી રાખવા માટે લીંબુ કુદરતી ડિઓડોરાઈઝર તરીકે કામ કરે છે. ફ્રિજમાં લીંબુનો રસ અથવા તેના ટુકડા રાખવાથી તે ફ્રેશ રહે છે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય
બ્રેડનો ટુકડો
એક અનોખી ટિપ્સ મુજબ, બ્રેડનો ટુકડો ફ્રિજમાં રાખવાથી તે અંદરની ભેજ અને બદબૂને શોષી લે છે. આ ઉપરાંત, સફાઈ કરતા પહેલા ફ્રિજમાં રાખેલી બગડેલી વસ્તુઓને તરત બહાર ફેંકી દેવી જોઈએ, કારણ કે તે જ દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે.
ફ્રિજ સાફ કર્યા પછી તેને કોરા કપડાથી લૂછીને તેમાં અડધું કાપેલું લીંબુ અથવા બેકિંગ સોડા ભરેલો વાટકો રાખવાથી લાંબા સમય સુધી સુગંધિત તાજગી જળવાઈ રહે છે.










