Lifestyle & Fashion

ફાટેલી એડીઓને ચમકતી કરવાનો દેશી ઉપાય! જાણો ક્યારે અને કેવી રીતે વાપરશો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
શિયાળા-ઉનાળામાં ફાટેલી એડીઓની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરેલું ઉપાય કારગત છે. સૌપ્રથમ 10-15 મિનિટ પગને ગરમ પાણીમાં રાખી, ફૂટ ફાઇલથી સાફ કરો. ત્યારબાદ, એલોવેરા જેલ અને ઓલિવ/નારિયેળ તેલનું મિશ્રણ એડીઓ પર લગાવી રાત્રે મોજાં પહેરી સૂઈ જાઓ. અઠવાડિયામાં 3-4 વખત આ ઉપાય કરવાથી એડીઓ મુલાયમ બનશે. જોકે, લોહી નીકળે તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાટેલી એડીઓને ચમકતી કરવાનો દેશી ઉપાય! જાણો ક્યારે અને કેવી રીતે વાપરશો

Natural Home Remedy for Cracked Heels: શિયાળો હોય કે ઉનાળો, પગની એડીઓ ફાટવી એ એક સામાન્ય સમસ્યા છે. ઘણીવાર એડીઓ એટલી ડ્રાય અને ખરબચડી થઈ જાય છે કે તેમાં દુખાવો પણ થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો મોંઘી-મોંઘી ક્રીમનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમે ઈચ્છો તો કેટલીક કુદરતી ચીજોની મદદથી પણ ફાટેલી એડીઓને સરળતાથી હીલ કરી શકો છો.

રોજ રાત્રે સૂતા પહેલા કરો આ કામ

ફાટેલી અને ખરબચડી એડીઓની સંભાળ રાખવા માટે સૌથી પહેલા પગને 10થી 15 મિનિટ સુધી હલકા ગરમ પાણીમાં ડૂબાડીને રાખો, જેનાથી પગની ત્વચાને નરમ કરવામાં મદદ મળે છે. ત્યારબાદ ફૂટ ફાઇલની મદદથી એડીઓની ડ્રાય સ્કિનને હળવે-હળવે સાફ કરો, પરંતુ ધ્યાન રાખો કે એવું કરતી વખતે પગને ખૂબ વધારે ઘસવાના નથી. આ પછી પગને સારી રીતે સાફ કરી લો.

એલોવેરા અને તેલનું મિશ્રણ

હવે શુદ્ધ એલોવેરા જેલ લો અને તેમાં ઓલિવ ઓઈલ અથવા નારિયેળના તેલના કેટલાક ટીપાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર થયેલા આ પેસ્ટને એડીઓ પર સારી રીતે લગાવીને રાતભર માટે છોડી દો. જો તમે ઈચ્છો તો પેસ્ટ લગાવ્યા પછી પગમાં મોજાં પહેરીને સૂઈ શકો છો, જેથી પેસ્ટ રાત્રે સારી રીતે લાગેલી રહે.

કઈ રીતે અસર કરે છે આ ઉપાય?

એલોવેરા જેલમાં કુદરતી હીલિંગ ગુણો હોય છે જે ડ્રાય સ્કિનને ઓછી કરવા અને ત્વચાને રિપેર કરવામાં અસર કરે છે. જ્યારે ઓલિવ ઓઈલ કે નારિયેળનું તેલ સ્કિન પર નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. આ બંને ચીજોનો લેપ લગાવવાથી ફાટેલી એડીઓને ભેજ મળે છે અને તે જલ્દી સાજી થઈ શકે છે. અઠવાડિયામાં 3થી 4 રાત આ ઉપાય અપનાવવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી પગની સૂકી અને ખરબચડી ત્વચા મુલાયમ રહે છે અને એડીઓ પર થતી બળતરા પણ શાંત થાય છે. જો કે, જો એડીઓમાંથી લોહી આવતું હોય, વધારે દુખાવો કે સંક્રમણ હોય તો ઘરે જ ઇલાજ કરવાના બદલે એકવાર એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.