કચ્છના સરક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistani Boat Seized in Kutch: કચ્છના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ કડક કરવામાં આવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પેટ્રોલિંગ કરતી વખતે સરક્રિક વિસ્તારમાંથી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. જેને લઈને સરહદ પર તહેનાત તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક બની ગઈ છે અને સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
BSFના રૂટિન પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
મળતી માહિતી અનુસાર, દેશની દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત BSFના જવાનો સરક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી આ પાકિસ્તાની બોટ પર પડી હતી. BSFના જવાનોએ કાર્યવાહી કરીને બોટને કબજામાં લીધી હતી. જો કે, પ્રાથમિક અહેવાલો મુજબ આ બોટ બિનવારસી હાલતમાં મળી આવી હોવાની આશંકા છે.
આ પાકિસ્તાની બોટ ભારતીય સરહદમાં કયા હેતુસર ઘૂસી આવી હતી અથવા તેને કયા હેતુ માટે મોકલવામાં આવી હતી, તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. બોટની અંદર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ આતંકી સામગ્રી, ડ્રગ્સ કે હથિયારો છુપાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.









