Kutch

કચ્છ: ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ટ્રેલર-કાર વચ્ચે ભયાનક ટક્કર, 5 લોકોના મોતની આશંકા

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ગત શનિવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને કાર વચ્ચેની ભયાનક ટક્કરમાં કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલા અને બાળકો પણ હોવાની આશંકા છે. આ ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જે દ્રશ્યો હૃદયદ્રાવક હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ: ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ટ્રેલર-કાર વચ્ચે ભયાનક ટક્કર, 5 લોકોના મોતની આશંકા

Bhuj Khavda National Highway Accident Kutch: કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે શનિવારે(21 નવેમ્બર) મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક ટક્કરથી કારમાં સવાર એક જ પરિવારના 5 સભ્યના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, મહિલા અને બાળકો પણ કારમાં સવાર હતા. ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.