Gujarat

કચ્છમાં કોરોનાના ૩૪૬ કેસોથી હાહાકાર, ઘરે ઘરે માંદગીના ખાટલા

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
કચ્છમાં કોરોનાના ૩૪૬ કેસોથી હાહાકાર, ઘરે ઘરે માંદગીના ખાટલા

ભુજ,ગુરૃવાર

શિયાળાના આરંભ સાથે જ કોરોનાના કેસો વાધતા ગયા છે. રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કેસોની સંખ્યામાં રોજેરોજ વાધારો થઈ રહ્યો છે તેવામાં આજે તો હાહાકાર મચી ગયો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના નવા ૩૪૬ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. અત્યારસુાધીના આજના કેસ રેકર્ડબ્રેક કેસ રહ્યા હતા. બુાધવારે કોરોનાના ૧૯૪ કેસો નોંધાતા લોકોને એમ હતુ કે, આજે બેવડી સદી થશે પરંતુ આ તો એક જ દિવસમાં કોરોનાએ ત્રેવડી સદી ફટકારી હતી. 

ગ્રામ પંચાયતની ચૂંટણી, લગ્ન સમારંભો, દિવાળીના તહેવારોની ભીડ અને હાલના ઉતરાયણના પર્વ અને ઉપસરપંચોની ચૂંટણી સહિતના કાર્યક્રમોમાં લોકોની ભીડની અસર હવે દેખાઈ રહી છે. ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. આજે આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર, અબડાસા તાલુકામાં માત્ર ૩ કેસો નોંધાયા છે. અંજાર શહેરમાં ૨૨ અને ગ્રામિણમાં ૧૦, ભચાઉ શહેરમાં ૮, ગ્રામિણમાં ૧૩, ભુજ શહેરમાં ૬૦, ગ્રામિણમાં ૩૨, ગાંધીધામ શહેરમાં ૮૮, ગ્રામિણમાં ૬, લખપત-૦, માંડવી શહેરમાં ૯, ગ્રામિણમાં ૧૪, મુંદરા ૪૬, ગ્રામિણમાં ૬, નખત્રાણા તાલુકામાં ૨૩ અને રાપર શહેરમાં ૫ અને ગ્રામિણમાં ૧ કેસ નોંધાયો છે.

આજે ગ્રામિણ વિસ્તારમાં ૧૦૮ જયારે શહેરી વિસ્તારમાં ૨૩૮ કેસો નોંધાયા છે. જયારે ૯૬ દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. એકટીવ પોઝીટીવ ૧૧૦૪ કેસ થયા છે. કોરોનાના આંકડાઓ  જોતા જ લોકો પણ અંચબામાં મુકાય છે એક તરફ કેસો વાધે છે તો બીજીતરફ સરકાર દ્વારા ભુજ ગાંધીધામ શહેરમાં નાઈટ કફર્યુ જેવા પગલા કેમ ભરાતા નાથી. તો બીજીતરફ હવે મોટા ભાગના લોકો ઘરે જ રહીને સ્વસૃથ થતા હોવાથી લોકોના મનમાં પણ કોરોના પ્રત્યેનો ડર ગાયબ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કચ્છમાં પણ કોરોનાનો આંકડો ૫૦૦ નજીક થોડા જ દિવસોમાં પહોંચી જાય તો નવાઈ નહિં.