Kutch

કચ્છ: નલિયામાં મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડના બચ્ચાનો 40 દિવસનો નાજુક તબક્કો પાર

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ હેઠળ 21 મે 2026ના રોજ જન્મેલા દુર્લભ ઘોરાડના બચ્ચાએ 40 દિવસનો નાજુક તબક્કો સફળતાપૂર્વક પાર કર્યો છે. વિશ્વની સૌથી ભયગ્રસ્ત પ્રજાતિમાં સામેલ આ પક્ષીના અસ્તિત્વને બચાવવા માટે આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ: નલિયામાં મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડના બચ્ચાનો 40 દિવસનો નાજુક તબક્કો પાર

Great Indian Bustard Chick Naliya Kutch: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’(Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત 21 મે 2026ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્ત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા આ પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

Gujarat Samachar - 2026-07-09T223809.025.jpg

નલિયામાં ઘોરાડના બચ્ચાનો 40 દિવસનો નાજુક તબક્કો પાર

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત માટે આ અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર છે. ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશની સફળતા એ આપણા વૈજ્ઞાનિકો, વન્યજીવ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓની અવિરત મહેનત અને સમર્પણનું પરિણામ છે. ઘોરાડના બચ્ચાના જીવનના શરૂઆતના 40 દિવસ ખૂબ જ નાજુક હોય છે અને આ મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જગાવે છે.'

Gujarat Samachar - 2026-07-09T223835.852.jpg

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'માનવજાત અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનને જાળવી રાખવા માટે આવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ અનિવાર્ય છે. ભારતની જૈવ-વિવિધતાના સંવર્ધનની સફરમાં આ સિદ્ધિ એક નવો સીમાચિહ્ન સાબિત થશે.'

અત્રે નોંધનીય છે કે, કુદરતી રહેઠાણમાં ઈંડાની સુરક્ષા અને કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના ઉછેરની આ અત્યંત જટિલ પ્રક્રિયા છે. નલિયા ખાતે વન વિભાગ અને તજજ્ઞોની ટીમ દ્વારા ઘોરાડના બચ્ચાની 24 કલાક કડક દેખરેખ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે.