ખેડા: સરદારપુરા અને ચીતલાવ વચ્ચે રાણીયા કોતરનો 60 વર્ષ જૂનો બ્રિજ ધસી પડ્યો, કોઈ જાનહાની નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bridge Collapse In Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આજે (16મી ઓગસ્ટ) એક બ્રિજ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બે ગામોને જોડતો મુખ્ય બ્રિજ ધડાકાભેર તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટના સમયે બ્રિજ પર કોઈ વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
સરદારપુરા અને ચીતલાવ વચ્ચે રાણીયા કોતરનો 60 વર્ષ જૂનો બ્રિજ ધસી પડ્યો
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા રાણીયા ગામ પાસે રાણીયા કોતર પર સાં. 15,730 ફૂટ પર આવેલ અંદાજીત 60 વર્ષ જૂનો બ્રિજ ધસી પડ્યો હતો. તા-16 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:00 વાગ્યાના સુમારે બ્રિજમાં માટીનું સેટલમેન્ટ (ધસી જવાનું) શરૂ થયું હતું, જેના પરિણામે પીયર ગર્ડર સહિત આખો બ્રિજ કોતરમાં બેસી ગયો હતો. સદનસીબે, બ્રિજ જૂનો હોવાથી સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાની ટળી છે.
વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકનો આ રોડ સરદારપુરા અને ચીતલાવ ગામના સીમ વિસ્તારને જોડતો હતો. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં જળ સંપત્તિ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે; વાહનચાલકો ઉપરવાસમાં 1.4 km દૂર આવેલા નેસ-રાણીયા ગામના નવીન બ્રિજ પરથી તેમજ 2.5 km દૂર મંજીપુરાથી ભગવાનજીના મુવાડા તરફ જતા માર્ગનો ઉપયોગ કરી શકશે. તા-18/07/2025 ના જી.આર. ના નિયમો મુજબ આ બ્રિજના નવીનીકરણની જવાબદારી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ને સોંપાઈ છે અને નવીન બ્રિજના નિર્માણ માટે ગાંધીનગર સરકારશ્રી સમક્ષ દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે.




