Gujarat

ખેડા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટો ફરી ચાલુ કરવા આવેદનપત્ર

By GS Team
27 Jul 20201 min read
This article was originally published on 27 Jul 2020
ખેડા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટો ફરી ચાલુ કરવા આવેદનપત્ર

નડિયાદ, તા.27 જુલાઈ 2020, સોમવાર

ખેડા જિલ્લા તથા નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખો દ્વારા ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જીલ્લાના તમામ તાલુકાઓની ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ ફરીથી કાર્યરત થાય તેની વિચારણા કરવા જણાવાયું છે.

ખેડા જિલ્લા તથા નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખો દ્વારા અપાયેલ આવેદપત્રમાં જણાવ્યું છે કે નડિયાદ બાર એસોસીએશન હોલમાં સમગ્ર જીલ્લાના બાર એસોસીએશનના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોની મીટીંગ બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને જીલ્લાની કોર્ટો પુનઃ શરૃ કરવાડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં તમામ સરકારી કચેરીઓ શરૃ થયેલ છે.  તમામ સરકારી સંસ્થાઓમાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરીને  સેવાઓ શરૃ કરવામાં આવી છે. તે સંજોગોમાં ખેડા જીલ્લાની નડિયાદની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તથા જીલ્લાની તમામ તાલુકાઓની કોર્ટો પુનઃ શરૃ થાય તેવી માંગણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કોર્ટો બંધ હોઈ વકીલોની હાલત કફોડી થઈ છે. વકીલોને આર્થિક નુકસાન થતું હોવાથી કોર્ટો ફરીથી શરૃ થાય તે અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.