Get The App

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ : કુલ આંક 151 પર પહોંચ્યો

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ : કુલ આંક 151 પર પહોંચ્યો 1 - image


- ખેડામાં બે નડિયાદમાં બે અને કપડવંજ શહેર-તાલુકામાં બે કેસ મળતા દોડધામ

નડિયાદ, તા.26 જૂન 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં આજે વધુ છ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૫૧ પર પહોંચ્યો છે. જેમાં ખેડામાં બે, નડિયાદમાં બે અને કપડવંજ શહેરમાં ૧ અને તાલુકામાં એક એમ કુલ છ કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે.

ખેડાના  તવક્કલનગરમાં આવેલ મદ્રેશા ફ્લેટમાં રહેતા આફીક ફૈયાજભાઈ વ્હોરા ઉં.વ. ૧૮નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. ગત તા. ૧૯ જુનના રોજ તેને તાવ આવતા સારવાર અર્થે એક સ્થાનિક દવાખાને ગયા હતા. જ્યારે ત્રણ દિવસની સારવાર લીધા બાદ તેમને તબિયતમાં સુધારો ન જણાતા તેમણે છાતીનો એક્સ-રે તથા લોહીનો રીપોર્ટ કરાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક દવાખાનેથી અન્યત્ર સારવાર લેવા જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓ ગત તા. ૨૨ જુનના રોજ વડોદરા ખાતે આવેલ એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા તેઓનો ગત તા. ૨૫ જુનના રોજ કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જે પોઝીટીવ જાહેર થયો છે. તેમના પરિવારમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

ખેડા શહેરના તવક્કલનગર પાસે આવેલી પટેલ સોસાયટીમાં રહેતા ઈરફાનભાઈ અબ્દુલરહીમ વ્હોરા ઉં.વ. ૪૩નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને ગત તા. ૨૦ જુનના રોજ તાવ આવતા તેઓ ખેડા સ્થાનિક દવાખાને દવા લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા ડોક્ટરે રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ તેઓ ગત તા. ૨૫ જુનના રોજ વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે આજ રોજ પોઝીટીવ જાહેર થયું હતું. તેમના પરિવારમાં દસ સભ્યોનો સમાવેશ થાય છે.

આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.નડિયાદશહેરની કામદાર સોસાયટીમાં રહેતા ઈમરાનભાઈ યાકુબભાઈ મલેક ઉં.વ. ૩૯નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓ ગત તા. ૨૪ જુનના રોજ વડોદરા એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામ કરવા માટે ગયા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરતા પોઝીટીવ જાહેર થયો છે. તેમના પરીવારમાં ત્રણ સભ્યો છે. કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

નડિયાદ શહેરના પેટલાદ રોડ ઉપર આવેલ સંગમ પાર્ક સોસાયટીમાંરહેતા રમણભાઈ હરિભાઈ કા.પટેલ ઉં.વ. ૯૨નો કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓના ગત તા. ૨૦ જુનના રોજ તાવ અને ખાંસી આવતી હતી એટલે તેઓ સ્થાનિક દવાખાને દવા લેવા ગયા હતા. જ્યાં તેઓને રીપોર્ટ કરવા જણાવ્યું હતું જેથી તેઓરીપોર્ટ કરાવ્યો હતો. અને નડિયાદ સિવીલ હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગત તા. ૨૫ જુનના રોજ કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું જે પોઝીટીવ જાહેર થયું છે. તેમના પરિવારમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

કપડવંજ તાલુકાના આંત્રોલી ગામમાં આવેલ મોટા સૈયદવાડામાં રહેતા મોહંમદ સાહીલ ઈમ્તિયાઝઅલી સૈયદ ઉં.વ. ૩૬ અને કપડવંજ શહેરના ઘાંચીવાડામાં રહેતા રઝીયાબેન યુસુફભાઈ શેખ ઉં.વ. ૫૦નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓ બંને શંકાસ્પદ જણાતા તેઓને સારવાર અર્થે નડિયાદ શહેરની કોવીડ-૧૯ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.

Tags :