Junagadh

અરજી પરત ખેંચવા 3.50 લાખની લાંચ લેનાર આરટીઆઈ કાર્યકર રંગેહાથ ઝબ્બે

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢમાં RTI કાર્યકર કરશન સોલંકીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. તાલુકા પંચાયતમાં પેશકદમીની અરજી પાછી ખેંચવા માટે તેણે 5.25 લાખની લાંચ માંગી હતી, જેમાંથી 3.50 લાખ લેતા લીમડા ચોક ખાતે રંગેહાથ પકડાયો. અગાઉ 1.75 લાખ લીધા હતા. ACBએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરજી પરત ખેંચવા 3.50 લાખની લાંચ લેનાર આરટીઆઈ કાર્યકર રંગેહાથ ઝબ્બે

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના ગામમાં પેશકદમી અંગેની અરજી પરત ખેંચવા માટે મધુરમના આરટીઆઈ કાર્યકરે પ.રપ લાખ લાંચ માંગી હતી. જેમાંથી ૩.પ૦ લાખની લાંચ આજે લીધી હતી ત્યારે તેને એસીબીએ રંગેહાથ પકડી લઈ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના જેતપુર રોડ પર આવેલા એક ગામમાં રહેતા જાગૃત નાગરિકના ભત્રીજા વિરૂધ્ધ મધુરમ વિસ્તારના આરટીઆઈ કાર્યકર કરશન ઘેલા સોલંકીએ તાલુકા પંચાયત કચેરીમાં પેશકદમી અંગે અરજી કરી હતી. આ અરજી મામલે તલાટી કે ટીડીઓ તરફથી કોઈ કાર્યવાહી ન થાય તે માટે અરજી પરત ખેંચી લેવા બદલ કરશન સોલંકીએ જાગૃતિ નાગરિકના ભત્રીજા પાસેથી પ.રપ લાખ રૂપીયાની લાંચ માંગી હતી અને કોઈ કાર્યવાહી ન થાય તે માટેની બાંહેધરી આપી હતી. લાંચની રકમ નક્કી કર્યા બાદ કરશન સોલંકીએ પહેલી વખત રપ હજાર અને એકાદ સપ્તાહ પૂર્વે ૧.પ૦ લાખ લાંચ પેટે લઈ પણ લીધા હતા. જાગૃત નાગરિકના ભત્રીજા બાકીના ૩.પ૦ લાખ રૂપીયા આપવા ન હતા. તેણે આ અંગે એસીબીને જાણ કરી હતી. જેના અનુસંધાને આજે જૂનાગઢ એસીબી પીઆઈ જે.બી. કરમુર સહિતના સ્ટાફે લીમડા ચોક વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને ફરિયાદી જાગૃત નાગરિકને કહેવાતા આરટીઆઈ કાર્યકર કરશન સોલંકી સાથે હેતુલક્ષી વાતચીત કરવા કહ્યું હતું. ફરિયાદીએ આ વાતચીત બાદ કરશન સોલંકીને લીમડા ચોક ખાતે જ ૩.પ૦ લાખ રૂપીયા લાંચ પેટે જ આપતા એસીબીના સ્ટાફે કરશન સોલંકીને લાંચ લેતા રંગેહાથ પકડી લીધો હતો.
આ અંગે એસીબી પીઆઈ જે.બી. કરમુરે જણાવ્યું હતું કે, કરશન સોલંકી આરટીઆઈ કાર્યકર હોવાનો દાવો કરે છે, અરજી કરી તેણે પરત ખેંચવા માટે કુલ પ.રપ લાખ લાંચ માંગી હતી જેમાંથી અગાઉ તેણે ૧.૭પ લાખ લઈ પણ લીધા હતા. આજે ૩.પ૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયો છે. તેની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.