જૂનાગઢ જિલ્લાના 4 તાલુકામાં 100 ટકાથી પણ વધુ વરસાદ
- જિલ્લામાં સરેરાશ 94.32 ટકા વરસાદ
- જૂનાગઢ તાલુકામાં 91.50, માણાવદર, માળીયા હાટીનામાં 80 ટકાથી વધુ તથા કેશોદ - માંગરોળ તાલુકામાં 70 ટકાથી વધુ સરેરાશ વરસાદ
જૂનાગઢ, તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ ૯૪.૩૨ ટકા વરસાદ થઇ ગયો છે.જેમાં ચાર તાલુકામાં ભેસાણ, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં તો ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ તાલુકામાં ૯૧.૫૦ ટકા જ્યારે માણાવદર, માળીયા હાટીનામાં ૮૦ ટકાથી વધુ તથા કેશોદ - માંગરોળ તાલુકામાં ૭૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે.
છેલ્લા એક સપ્તાહથી જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વસ્યો છે. આજે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે આજે સવારે છ વાગ્યા સુધીમાં આ ચોમાસાની સિઝનનો સરેરાશ ૯૪.૩૨ ટકા વરસાદ થઇ ગયો છે. જેમાં વિસાવદર, ભેંસાણમાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઇ ગયો છે. જ્યારે જૂનાગઢ તાલુકામાં ૯૧.૫૦ ટકા, માણાવદર તાલુકામાં ૮૦.૫૧, માળીયાહાટીનામાં ૮૨.૮૫, જ્યારે કેશોદ તાલુકામાં ૭૯.૮૮ તેમજ માંગરોળ તાલુકામાં ૭૦.૯૬ ટકા વરસાદ થયો છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં પડયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ માંગરોળ તાલુકામાં થયો છે. છેલ્લા ચાર - પાંચ દિવસમાં માંગરોળ પંથકમાં વધુ વરસાદ થયો હતો. આ ચાર - પાંચ દિવસમાં માંગરોળમાં સિઝનનો ૨૧ ટકા વરસાદ થઇ ગયો છે.
જૂનાગઢ જિલ્લામાં થયેલો તાલુકા મુજબ વરસાદ
તાલુકો | સરેરાશ વરસાદ મી.મી | ચાલુ ચોમાસે વરસાદ મી.મી | ટકાવારી |
કેશોદ |
૮૪૦ |
૬૭૧ |
૭૯.૮૮ |
જૂનાગઢ |
૯૪૧ |
૮૬૧ |
૯૧.૫૦ |
ભેંસાણ |
૬૬૩ |
૭૭૪ |
૧૧૬.૭૪ |
મેંદરડા |
૯૧૨ |
૯૨૮ |
૧૦૧.૭૫ |
માંગરોળ |
૮૬૧ |
૬૧૧ |
૭૦.૯૬ |
માણાવદર |
૭૯૦ |
૬૩૬ |
૮૦.૫૧ |
વંથલી |
૮૯૫ |
૯૦૫ |
૧૦૨.૧૨ |
વિસાવદર |
૧૦૧૪ |
૧૨૮૨ |
૧૨૬.૪૩ |
કુલ સરેરાશ |
૮૮૨.૫ |
૭૯૪ |
૯૪.૩૨ |