જૂનાગઢ: વંથલી-માણાવદર હાઇવે પર બંટીયા ફાટક નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Accident: જૂનાગઢ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ લઈ રહ્યો નથી. વંથલીથી માણાવદર તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા બંટીયા ફાટક નજીક આજે (28મી જુલાઈ) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી બે બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થતાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ધડાકાભેર ટક્કરથી લોકોના ટોળાં ઉમટ્યા
મળતી માહિતી મુજબ, વંથલી-માણાવદર હાઇવે પર આવેલા બંટીયા ફાટક નજીકથી પસાર થઈ રહેલી બે બાઇક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક બાઇકચાલકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતની આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું હાથ ધર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી. અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ પોલીસે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









