Get The App

સુખનાથ ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા કરાયું ફુટ પેટ્રોલીંગ

- જૂનાગઢ મનપાના વોર્ડ નં.3 ની પેટાચુંટણી પૂર્વે

- વાહન ચેકિંગ દરમ્યાન 80 જેટલા વાહન ચાલકો પાસેથી 10 હજારના દંડની વસુલાતી, પાંચ વાહન ડિટેઈન

Updated: Oct 17th, 2019

GS TEAM

Google News
Google News
સુખનાથ ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા કરાયું ફુટ પેટ્રોલીંગ 1 - image


જૂનાગઢ, તા.17 ઓક્ટોમ્બર 2019, ગુરૂવાર

જૂનાગઢ મનપાના વોર્ડ નં-૩ ની પેટા ચુંટણી તા.૨૨ના યોજાનાર છે. તે પૂર્વે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત રાત્રે સુખનાથ ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. અને વાહન ચેકિંગ દરમ્યાન ૮૦ જેટલા વાહન ચાલક પાસેથી ૧૦ હજારનો દંડ વસુલ કર્યો હતો. જ્યારે પાંચ વાહન ડિટેઈન કર્યા હતા.

જૂનાગઢ મનપાના વોર્ડ નં-૩ ની એક, બેઠકની પેટા ચુંટણી તા.૨૨ના યોજાનાર છે. થોડા દિવસો પહેલા સુખનાથ ચોક વિસ્તારમાં પોલીસ પર હુમલો થયો હતો. જેમાં સામેલ ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશીને પાસા હેઠળ વડોદરા જેલામાં ધકેલી દેવાયો છે. આ વિસ્તારમાં ચુંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને ત ેમાટે એસ.પી. સૌરભસિંહની સુચનાથી ગત રાત્રે એ ડિવીઝન, એસ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોર્ડ, ક્યુ.આર.ટી. સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. અને વાહન ચેકિંગ કરાયું હતું. જેમાં ૮૦ વાહન ચાલકો પાસેથી ૧૦ હજારનો દંડ વસુલાયો હતો. તથા પાંચ વાહન ડિટેઈન કરવામાં આવ્યો હતો.

ડી વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પૂર્મ થયા બાદ સુખનાથ ચોક, મજેવડી ગેટ, માંડવી ચોકામાં પોલીસનો રોલ કોલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુપરકોપ બાઈક દ્વારા પેટ્રોલીંગ થશે. ચુંટણી પ્રક્રિયા સુધી વાહન ચેકિંગ તથા ફૂટ પેટ્રોલીંગ ચાલુ રહેશે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ફુટ પેટ્રોલિંગ શરૂ કરાતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

Tags :