Entertainment

ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી અનુરાગ કશ્યપ નારાજ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 99મા ઓસ્કર એવોર્ડ્સ માટે ભારતની એન્ટ્રી 'ગોંધળ' ફિલ્મની પસંદગી પર અનુરાગ કશ્યપે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આપણે ખોટી ફિલ્મો પસંદ કરીએ છીએ. આ અંગે ફિલ્મના નિર્દેશક સંતોષ ડાવખરેએ કશ્યપને જવાબ આપતા જણાવ્યું કે પહેલા ફિલ્મ જુઓ અને પછી અભિપ્રાય આપો. ડાવખરેએ દર્શકોને પણ ફિલ્મ થિયેટરમાં જોવાની અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી અનુરાગ કશ્યપ નારાજ
  • ઓસ્કરમાં ખોટી ફિલ્મો પસંદ થાય છેઃઅનુરાગ કશ્યપ
  • ગોંધળના દિગ્દર્શક છંછેડાયા, પહેલાં ફિલ્મ જુઓ પછી અભિપ્રાય આપજો

મુંબઇ : ૯૯મા એકેડમી એવોર્ડમાં ભારતની બેસ્ટ ઇન્ટરનેશલ ફિચર કેટેગરીમાં મોકલવા માટે 'ગોંધળ' ફિલ્મની પસંદી સામે અનુરાગ કશ્યપે નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મના નિર્દેશક સંતોષ ડાવખરેએ અનુરાગ કશ્યપને જવાબ આપતાં જણાવ્યું હતું કે પહેલાં ફિલ્મ જુઓ તે પછી તેના વિશે અભિપ્રાય બાંધો. અનુરાગ કશ્યપે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણે ઓસ્કર એવોર્ડમાં મોકલવા માટે ખોટી ફિલ્મો પસંદ કરીએ છીએ અને જો ક્યારેક સાચી ફિલ્મ પસંદ થઇ પણ જાય તો તેના પ્રચારમાં આપણે ઉંધુ મારીએ છીએ. 'ગોંધળ'ને સિલ્વર પિકોક એવોર્ડ મળ્યો હોય તો એનએફડીસીએ પ્રાદેશિક વિજેતા ફિલ્મોને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઇએ.
ફેસ્ટિવલમાં ફિલ્મ મોકલવામાં ન આવે તો તેના પ્રદર્શન અને જાહેરાત પાછળ ખર્ચેલા નાણાં વ્યર્થ જાય છે.
આ અંગે પ્રતિભાવ આપતાં ડાવખરેએ જણાવ્યું હતું કે ૨૬ એપ્રિલે બેન્ગાલુરૂથી મુંબઇ આવતી ફલાઇટમાં મેં 'ગોંધળ' વિશે અનુરાગ કશ્યપને જણાવતાં તેમણે આ ફિલ્મ જોવાની ખાતરી આપી હતી પણ એ પછી તેનું મુંબઇમાં કોઇ સ્ક્રિનિંગ થયું નથી. મારી દર્શકોને અપીલ છે કે તેઓ ફિલ્મ ફરી રજૂ થાય ત્યારે તેને થિયેટર્સમાં જઇ જુએ એને તે પછી તેના વિશે અભિપ્રાય બાંધે. અમે ઓસ્કર સમારોહમાં ભારતના પ્રતિનિધિત્વની જવાબદારીથી વાકેફ છીએ અને અમે દેશને નિરાશ નહીં કરીએ.