વિસાવદરમાં સરેરાશ વરસાદ 100 ટકાને પાર, ભેંસાણમાં 90 ટકા
- જૂનાગઢ જિલ્લાનો સરેરાસ વરસાદ 69.36 ટકા જ્યારે
- અત્યાર સુધીમાં જૂનાગઢમાં 63 ટકા જ્યારે સૌથી ઓછો માંગરોળમાં માત્ર 45 ટકા વરસાદ જ થયો
જૂનાગઢ,,તા. 11 ઓગસ્ટ 2019, રવિવાર
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૬૯.૩૬ ટકા થયો છે જ્યારે વિસાવદરમાં સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર થઈ ગયો છે. જ્યારે ભેંસાણમાં ૯૦ ટકા તો જૂનાગઢમાં ૬૩ ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો માંગરોળ પંથકમાં માત્ર ૪૫.૩૦ ટકા જ વરસાદ થયો છે.
જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે ત્રણ સપ્તાહથી મેઘરાજાએ મુકામ કર્યો છે. છેલ્લા ત્રણ - ચાર દિવસથી રોજ વરસાદ પડતો હતો. આ ચોમાસાની સિઝનમાં જુનાગઢ જિલ્લાનો કુલ ૬૯.૩૬ ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે.
જેમાં સૌથી વધુ વિસાવદર પંથકમાં વરસાદ થયો છે. વિસાવદરમાં સિઝનનો સરેરાશ વરસાદ ૧૦૧૪ મી.મી. છે. તેની સામે અત્યાર સુધીમાં ૧૦૨૫ મી.મી. એટલે કે ૪૧ ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે ભેંસાણ તાલુકાનો સરેરાશ વરસાદ ૬૬૩ મી.મી. છે. ત્યાં ૬૦૩ મી.મી. વરસાદ થઈ ગયો છે.
જિલ્લા મથક જુનાગઢમાં સરેરાશ ૬૨ ટકા વરસાદ થયો છે. જ્યારે જિલ્લામાં સૌથી ઓછો માંગરોળ વિસ્તારમાં માત્ર ૪૫.૩૦ ટકા જ વરસાદ થયો છે. હજું ચોમાસુ બાકી છે ત્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ હવે કેટલો થાય છે તે જોવું રહ્યું.
જૂનાગઢ જિલ્લામાં થયેલો વરસાદ અને ટકાવારી
તાલુકોે | સરેરાશ વરસાદ મી.મી | અત્યાર સુધીનો વરસાદ | ટકાવારી |
કેશોદ |
૮૪૦ |
૫૦૦ |
૫૯.૫૨ |
જુનાગઢ |
૯૪૧ |
૫૯૨ |
૬૨.૯૧ |
ભેંસાણ |
૬૬૩ |
૬૦૨ |
૯૦૩૮૦ |
મેંદરડા |
૯૧૨ |
૭૮૦ |
૮૫.૫૩ |
માંગરોળ |
૮૬૧ |
૩૯૦ |
૪૫.૩૭ |
માણાવદર |
૭૯૦ |
૪૨૩ |
૫૩.૫૪ |
માળીયા હાટીના |
૯૬૮ |
૫૪૭ |
૫૬.૫૧ |
વંથલી |
૮૯૫ |
૬૭૬ |
૭૫.૫૩ |
વિસાવદર |
૧૦૪૦ |
૧૦૨૫ |
૧૦૧.૦૮ |
સરેરાશ |
૮૮૨.૫ |
૬૧૨.૭૦ |
૬૯.૩૬ |