જામનગરના હાપામાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 15 બોટલ સાથે યુવાન ઝડપાયો : રૂ.7,500 નો ઇંગ્લિશ દારૂ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર તાલુકાના હાપા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શિવશક્તિ સોસાયટી શેરી નં.2માં રહેતા જીજ્ઞેશભાઈ દીપકભાઈ રણોલીયા (ઉંમર 29)ના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનના ફળિયામાં તપાસ કરતાં થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની સીલબંધ 15 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂ અંગે પાસ-પરમીટ માંગતાં જીજ્ઞેશભાઈએ પોતાની પાસે કોઈ પાસ-પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે મળી આવેલી 180 મિલીલીટરની 15 બોટલ, જેની કુલ કિંમત રૂ.7,500 થાય છે, તેમાંથી એક બોટલ એફ.એસ.એલ. તપાસ માટે અને બાકીની 14 બોટલ તપાસના હેતુસર કબજે કરી હતી. પોલીસે જીજ્ઞેશભાઈ રણોલીયાની પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




