Jamnagar

જામનગર પંથકમાં સાસુ-જમાઈ પક્ષના ઝઘડામાં મહિલાએ યુવકનો અંગૂઠો કરડી નાખ્યો

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના નાઘેડી ગામે પારિવારિક મામલે બોલાચાલી ઉગ્ર બનતાં ગુલબાનુબેન મથુપૌત્રાએ ઈમરાન પતાણીને ઢીકાપાટુ મારી જમણા હાથના અંગૂઠામાં બટકું ભરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોતાની દીકરી બાબતે થયેલી આ ઝપાઝપી અંગે પંચ 'બી' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પંથકમાં સાસુ-જમાઈ પક્ષના ઝઘડામાં મહિલાએ યુવકનો અંગૂઠો કરડી નાખ્યો

Jamnagar: જામનગર તાલુકાના નાઘેડી ગામે પારિવારિક મામલે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક મહિલાએ યુવક સાથે ઝપાઝપી કરી તેના હાથના અંગૂઠામાં બટકું ભરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પંચ ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.

ફરિયાદ મુજબ નાઘેડી ગામે રહેતા ઈમરાન ગુલમામદભાઈ પતાણી પોતાના માતા-પિતા સાથે ઘરે હાજર હતા ત્યારે ગુલબાનુબેન સલીમભાઈ મથુપૌત્રા ત્યાં આવી પહોંચ્યા હતા. પોતાની દીકરી અંગે બોલાચાલી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ગાળાગાળી અને ઝપાઝપી થઈ હતી. આરોપી મહિલાએ ઈમરાન પતાણીને ઢીકાપાટુનો માર મારી તેમના જમણા હાથના અંગૂઠામાં બટકું ભરતાં નખ પાસે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.