Jamnagar

જામનગરના મોખાણા-ખીમલિયા ગામની સીમમાં વાડીઓમાંથી રૂ.1.23 લાખના વાયરની ચોરી

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના મોખાણા અને ખીમલિયા ગામની વાડીઓમાં 17 અને 18 ઓગસ્ટની રાત્રિએ ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ઇલેક્ટ્રિક મોટરમાંથી અને ઓરડીઓમાંથી કુલ 1,200 ફૂટ કેબલ વાયર, જેની કિંમત 1,23,250 રૂપિયા છે, તેની ચોરી કરી હતી. મુન્નાભાઈ ઉર્ફે દેવાભાઈ પારજીયાની ફરિયાદના આધારે પંચ 'બી' ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના મોખાણા-ખીમલિયા ગામની સીમમાં વાડીઓમાંથી રૂ.1.23 લાખના વાયરની ચોરી

Jamnagar Theft Case : જામનગર તાલુકાના મોખાણા અને ખીમલિયા ગામની સીમમાં આવેલી વાડીઓમાં તસ્કરોએ હાથફેરો કરી ઇલેક્ટ્રિક મોટરમાં ફીટ કરાયેલા તેમજ ઓરડીઓમાં રાખેલા કેબલ વાયરની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તા. 17 ઓગસ્ટની રાત્રિના આઠ વાગ્યાથી તા. 18 ઓગસ્ટની સવારના આઠ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરો ફરીયાદી તથા સાહેદોની વાડીઓમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઓરડીઓના તાળા તોડી 6 એમ.એમ.નો કુલ 495 ફૂટ વાયર, કિંમત રૂ.54,500 તેમજ 4 એમ.એમ.નો કુલ 705 ફૂટ કેબલ, કિંમત રૂ.68,800 મળી કુલ 1,200 ફૂટ કેબલ વાયર રૂ.1,23,250ની કિંમતનો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મુન્નાભાઈ ઉર્ફે દેવાભાઈ જેંતીભાઈ પારજીયાની ફરિયાદના આધારે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે.