Jamnagar

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બિનવારસુ એક્ટિવા મળી આવ્યું: આરોપી ફરાર

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી GJ10 CD9494 નંબરના એક્ટિવા સ્કૂટરમાંથી રૂ. 5,200ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, દારૂ વેચાણ કરનાર અજાણ્યો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂ. 35,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બિનવારસુ એક્ટિવા મળી આવ્યું: આરોપી ફરાર

Jamnagar: જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યું હતું. જોકે સ્થળ પરથી આરોપી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 27/06/2026ના રોજ બપોરે આશરે 2:15 વાગ્યે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમવાસ શેરી નં. 1ના ઢાળિયા પાસે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જી.જે.10 સી.ડી.9494 નંબરનું સફેદ રંગનું એક્ટિવા સ્કૂટર મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્કૂટરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1 બોટલ તથા દારૂના 14 પાઉચ (ચપલા) મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. કબજે કરાયેલા દારૂની કિંમત રૂ. 5,200 તથા એક્ટિવાની કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 35,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યો શખ્સ કોઈપણ પ્રકારના કાયદેસર પાસ-પરમિટ વિના વેચાણના હેતુથી દારૂનો જથ્થો પોતાના કબજામાં રાખી હેરફેર કરી રહ્યો હતો. જોકે રેઇડ દરમિયાન તે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી અધિનિયમની કલમ 65(અ), 81(અ) અને 116(બ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રમેશભાઈ અઘારાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ ચલાવી રહ્યા છે.