Jamnagar

ધ્રોલ હોમગાર્ડ્ઝ દ્વારા અનોખું સેવા કાર્યમેઘરાજાને રીઝવવા શ્વાન અને ગાયોને 10 મણના મેઘલાડુ ખવડાવાયા

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર: ધ્રોલ હોમગાર્ડ્ઝ યુનિટે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ મેઘરાજાને રીઝવવા અનોખી પહેલ કરી. તેમણે 10 મણના મેઘલાડુ બનાવી ધ્રોલ શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન અને ગાયો જેવા અબોલ પશુઓને ખવડાવ્યા. આ જીવદયા પ્રવૃત્તિને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ હોમગાર્ડ્ઝ દ્વારા અનોખું સેવા કાર્યમેઘરાજાને રીઝવવા શ્વાન અને ગાયોને 10 મણના મેઘલાડુ ખવડાવાયા

Jamnagar: સમાજસેવા અને નિષ્કામ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતી જિલ્લા હોમગાર્ડ્ઝની ધ્રોલ યુનિટ દ્વારા વધુ એક અનોખું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ ઓફિસર કમાન્ડિંગ જે. કે. પરમાર અને ઈન્ચાર્જ એ. એચ. ખીમસુરીયાના નેજા હેઠળ ધ્રોલ હોમગાર્ડ્ઝ યુનિટ દ્વારા મેઘરાજાને રીઝવવાની લોકપરંપરાને અનુસરી શ્વાન અને ગાયો માટે અંદાજે 10 મણના મેઘલાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ધ્રોલ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી આ મેઘલાડુ અબોલ પશુઓને ખવડાવવામાં આવ્યા હતા. ધ્રોલ હોમગાર્ડ્ઝની આ સેવાકીય અને જીવદયાની પ્રવૃત્તિને સ્થાનિક લોકો દ્વારા પણ આવકારી પ્રશંસા કરવામાં આવી હતી.