જોડિયા નજીક બાલંભા પાસે પુરઝડપે આવતી રિક્ષાએ મોટરસાઇકલને ટક્કર મારતાં બે વ્યક્તિને ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જોડીયા તાલુકાના બાલંભા ગામ નજીક બીણાધાર સ્મશાન પાસે પુરઝડપે અને બેફિકરાઈથી આવતી સી.એન.જી. રિક્ષાએ મોટરસાઇકલને ટક્કર મારતાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ ખાતે રહેતા અને મૂળ બીણાધારના 46 વર્ષીય શાંતીલાલ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.27 એપ્રિલે તેઓ તથા પ્રવિણભાઈ કણજારિયા મોટરસાઇકલ પર બાલંભા ગામની વાડીમાંથી બીણાધાર ગામે જઈ રહ્યા હતા. દરમિયાન બીણાધાર સ્મશાન પાસે જી.જે.36-યુ-7021 નંબરની સી.એન.જી. રિક્ષાના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા હંકારી તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ફરિયાદીને જમણા હાથની કોણી, પોચા, મોઢા-જડબા તથા જમણા કાન પાછળ ઇજાઓ થઈ હતી. જ્યારે સાથે રહેલા પ્રવિણભાઈને મોઢાના નીચેના ભાગે બે દાંત તૂટી જવા ઉપરાંત જમણા પગમાં ઘૂંટણની નીચે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી. જોડીયા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




