જામનગર શહેરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : એક આરોપી ફરાર, 45 હજારનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેર પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ બે અલગ-અલગ દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
પ્રથમ બનાવમાં સીટી 'એ' ડિવિઝન પોલીસે મોરકંડા રોડ, સનસિટી-2 સ્કૂલ પાછળ આવેલા ક્વાર્ટર નંબર 402 પાસે દરોડો પાડી ફૈઝલભાઈ અબ્દુલભાઈ ખીરા (ઉ.વ. 21) અને મોહમ્મદહુશેન મુસ્તુફાભાઈ સંધી (ઉ.વ. 21)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 8 સીલબંધ બોટલ (કિંમત રૂ. 800) તથા બે મોબાઇલ ફોન (કિંમત રૂ.11,000) મળી કુલ રૂ.11,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં દારૂની હેરાફેરી અને એકબીજાની મદદગારીનો ગુનો સામે આવ્યો હતો.
બીજા બનાવમાં સીટી 'સી' ડિવિઝન પોલીસે શંકર ટેકરી, વલ્લભનગર વિસ્તારમાં દરોડો પાડતા એક એક્સેસ મોટરસાયકલ (જી.જે.10-ડી.પી.-0387) માંથી વોડકાની 4 સીલબંધ બોટલ (કિંમત રૂ.2,000) તથા રૂ.30,000 કિંમતની મોટરસાયકલ મળી કુલ રૂ.34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે વાહનનો ચાલક પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
બંને બનાવોમાં આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









