જામનગરમાં દારૂના બે દરોડામાં બે શખ્સો ઝડપાયા : દારૂના 35 ચપલા કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Case : જામનગર શહેરમાં પોલીસે દારૂના બે અલગ-અલગ દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
સીટી-એ ડિવિઝન પોલીસે કિશાનચોકમાં કબીર આશ્રમવાળી ગલીના જાહેર રોડ પરથી હરીશભાઈ મનોજભાઈ જાનકર (ઉ.વ.27)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કંપની સીલબંધ ચપલા નંગ-2, કિંમત રૂ.200નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
બીજી કાર્યવાહી સીટી-બી ડિવિઝન પોલીસે ટી.બી. હોસ્પિટલ પાસે આશાપુરા હોટલ નજીક કરી હતી. અહીં જાહેરમાં દારૂ સાથે મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.22) ઝડપાયો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા નંગ-35, કિંમત રૂ.10,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બંને બનાવોમાં પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




