Jamnagar

જામનગરમાં બે સ્થળેથી બે મોટરસાઇકલની ચોરી : દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી અલગ-અલગ સમયે બે બાઈકો ચોરાઈ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં વાહનચોરો સક્રિય બન્યા છે. દિગ્વિજય પ્લોટમાંથી અલગ-અલગ બનાવમાં 2 મોટરસાઇકલ ચોરાઈ ગઈ છે. આશિષભાઈ ગોહિલની રૂ.15,000ની હીરો હોન્ડા CD ડિલક્સ તા. 03/10ના રાત્રે ચોરાઈ. જ્યારે અંકિત કારાવડીયાની રૂ.15,000ની અન્ય હીરો હોન્ડા CD ડિલક્સ પણ તે જ દિવસે સવારે ચોરાઈ. સિટી એ ડિવિઝન પોલીસે કુલ રૂ.30,000ની ચોરીનો ગુનો નોંધી, અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બે સ્થળેથી બે મોટરસાઇકલની ચોરી : દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી અલગ-અલગ સમયે બે બાઈકો ચોરાઈ

Jamnagar Vehicle Theft : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી અલગ-અલગ બનાવમાં બે મોટરસાઇકલ ચોરી થઈ જતાં સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં દિગ્વિજય પ્લોટ નં.15 ખાતે રહેતા આશિષભાઈ કિશોરભાઈ ગોહિલની વર્ષ 2006ની કાળા રંગની, વાદળી પટ્ટાવાળી હીરો હોન્ડા સી.ડી. ડિલક્સ મોટરસાઇકલ નં. જીજે-10-એજી-0088, કિંમત રૂ.15,000, તા.03/10ની રાત્રે 10 વાગ્યાથી 11.45 દરમિયાન ચોરી થઈ હતી.
બીજા બનાવમાં મયુર મેડિકલવાળી શેરી, એકતા ફરસાણ માર્ટની બાજુમાંથી અંકિત નરેન્દ્રભાઈ કારાવડીયાની વર્ષ 2007ની કાળા રંગની, વાદળી પટ્ટાવાળી હીરો હોન્ડા સી.ડી. ડિલક્સ મોટરસાઇકલ નં. જીજે-03-બીપી-0716, કિંમત રૂ.15,000, તા.03/10ના સવારે 9.10થી બપોરે 2 વાગ્યા દરમિયાન ચોરાઈ હતી.
બંને બનાવમાં પોલીસે કુલ રૂ.30,000ની કિંમતની મોટરસાઇકલ ચોરી અંગે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.