Jamnagar

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર દારૂની 96 પ્લાસ્ટિકની બોટલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં હાપા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલ સાથે રાજકોટના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. 2 સપ્ટેમ્બરના રોજ સવારે 5:20 વાગ્યે પ્લેટફોર્મ નંબર 2 પરથી પ્રતિપાલ બાવાજી (ઉંમર 36) અને વિમલ ઉકેડીયા (ઉંમર 34) નામના શખ્સો કીટ બેગમાં દારૂ સાથે મળી આવ્યા હતા. પોલીસે રૂ. 8,160નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર દારૂની 96 પ્લાસ્ટિકની બોટલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા

Jamnagar Liquor Case : હાપા રેલવે સ્ટેશન ખાતે પ્રોહિબીશન વોચ દરમિયાન પોલીસે પ્લેટફોર્મ નં.2 પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 પ્લાસ્ટિકની બોટલ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા હતા.
હાપા રેલવે પોલીસના જવાનોએ તા.2 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશન વોચ ગોઠવી હતી. દરમિયાન તિરુનેલવેલી-જામનગર ટ્રેન પ્લેટફોર્મ નં.2 પર આવીને રવાના થયા બાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. સવારે આશરે 5:20 વાગ્યે પ્લેટફોર્મ નં.2ના અલીયાબાડા તરફના છેડા પાસે બાથરૂમ નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે તેમને રોકી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પ્રતિપાલ અકુલદાસ બાવાજી (ઉંમર 36, રહે. અર્પણ પાર્ક, રેલનગર, પોપટપરા, રાજકોટ) તથા વિમલ હરેશભાઈ ઉકેડીયા (ઉંમર 34, રહે. પોપટપરા, રાજકોટ) મળી આવ્યા હતા. બંનેના ખભા પર એક-એક કીટ બેગ હતી. પ્રતિપાલ પાસેથી બ્રાઉન રંગની તથા વિમલ પાસેથી વાદળી રંગની ચામડાની બેગ મળી હતી.
બંને બેગની તલાશી લેતાં મેકડવેલ્સ નંબર વન ઓરિજિનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 180 મિલીલીટરની, ‘ફોર સેલ ઇન ગોવા’ લખેલી સીલબંધ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. બંને પાસેથી અલગ-અલગ 48-48 બોટલ મળી કુલ 96 બોટલ મળી આવી હતી. એક બોટલની કિંમત રૂ.85 મુજબ દારૂની કુલ કિંમત રૂ.8,160 થતી હતી.
બંને શખ્સો પાસે દારૂ અંગેનો પાસ-પરમિટ ન હોવાનું જણાતાં હાપા રેલવે પોલીસે બંનેની ધરપકડ કરી પ્રોહિબીશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.