Jamnagar

જામનગરના કીશાનચોકમાં બે શખ્સો દ્વારા પાડોશી પિતા-પુત્રને સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરાયો

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં જૂની માથાકૂટના મનદુઃખને લઈ પિતા-પુત્ર પર હુમલો થયો છે. 22 વર્ષીય કિશનભાઈ વશીયર અને તેમના પિતા મહેશભાઈ પર સાગર ગજરાએ ઇકબાલ ખફીને મોકલી લોખંડના પાઇપ વડે હુમલો કરાવ્યો હતો. આ હુમલામાં બંનેને ઇજાઓ થવા ઉપરાંત સમાધાન ન કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કીશાનચોકમાં બે શખ્સો દ્વારા પાડોશી પિતા-પુત્રને સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરાયો

Jamnagar Crime : જામનગરના કિશાન ચોક વિસ્તારમાં જૂની માથાકૂટના મનદુઃખને લઈને પિતા-પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી-એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.
કિશાન ચોક વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કિશનભાઈ વશીયરે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી સાગર ગજરા સાથે આશરે ત્રણ મહિના અગાઉ માથાકૂટ થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી સાગરે ફરિયાદી તથા તેના પિતા મહેશભાઈને માર મારવા માટે કાવતરું રચ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ફરિયાદ મુજબ સાગરે ઇકબાલ ખફીને મોકલ્યો હતો. ઇકબાલે ફરિયાદી અને તેના પિતાને ગાળો આપી લોખંડના પાઇપ વડે શરીર તથા પગમાં માર માર્યો હતો. હુમલામાં ફરિયાદીને બંને પગમાં ઇજા થઈ હતી, જ્યારે તેના પિતા મહેશભાઈને પણ શરીરે મૂઢ માર તથા જમણા પગના ઘૂંટણ પાસે ઇજા થઈ હતી.
આ ઉપરાંત સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે સાગર ગજરા અને ઇકબાલ ખફી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.