Jamnagar

જામનગરમાં બેડી બંદર રોડ પર મહિલાના ગળામાંથી રૂ.90 હજારનો સોનાનો ચેન ઝૂંટવી બે શખ્સો ફરાર

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના બેડી બંદર રોડ પર કેદાર પાર્ક વિસ્તારમાં 49 વર્ષીય તારાબા જાડેજા ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કાળા ટી-શર્ટ પહેરેલા એક શખ્સે તેમના ગળામાંથી રૂ. 90 હજારની કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન ઝૂંટવી લીધો હતો. આ શખ્સ સફેદ એક્ટિવા પર બેઠેલા અન્ય શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો. સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેડી બંદર રોડ પર મહિલાના ગળામાંથી રૂ.90 હજારનો સોનાનો ચેન ઝૂંટવી બે શખ્સો ફરાર

Jamnagar Chain Snatching : જામનગર શહેરના બેડી બંદર રોડ પર કેદાર પાર્ક વિસ્તારમાં પગપાળા ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી બે શખ્સો સફેદ એક્ટિવા પર ફરાર થઈ ગયાની ફરિયાદ સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
બેડી બંદર રોડ, કેદાર પાર્ક શેરી નંબર-2માં રહેતા તારાબા અણદુભા જાડેજા, ઉંમર 49, તા.17 ઓગસ્ટના રાત્રિના સમયે ચાલીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી કાળા ટી-શર્ટવાળો એક શખ્સ આવ્યો હતો અને તેમના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ તે શખ્સ સફેદ રંગની એક્ટિવા પર રહેલા અન્ય શખ્સ સાથે બેસી બંને ફરાર થઈ ગયા હતા.
ઝૂંટવાયેલો સોનાનો ચેન આશરે પોણા બે તોલાનો અને રૂ.90 હજારની કિંમતનો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 304(2), 54 મુજબ ગુનો નોંધી બંને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.