Jamnagar

જામનગર અને ધ્રોલમાં દારૂના બે દરોડા: એક ઝડપાયો, બે ફરાર

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર: શહેર અને ધ્રોલ પોલીસે કુલ 10,800 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. લાલવાડી માણેકનગર અને લતીપર રોડ પરથી દારૂનો જથ્થો પકડાયો છે. એક આરોપી, વિજયસિંહ જાડેજાની ધરપકડ થઈ છે, જ્યારે વિપુલ ઉર્ફે જોની ઢાપા, અનિલ મેર અને કેમટાભાઈ મેહડા ફરાર જાહેર થયા છે. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર અને ધ્રોલમાં દારૂના બે દરોડા: એક ઝડપાયો, બે ફરાર

Jamnagar: જામનગર શહેર અને ધ્રોલ પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બંને બનાવોમાં કુલ રૂ. 10,800ના દારૂ સાથે વાહન સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓને પોલીસે ફરારી જાહેર કર્યા છે.

પ્રથમ બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે લાલવાડી માણેકનગર શેરી નં.2 ખાતે દરોડો પાડી વિપુલ ઉર્ફે જોની સુખલાલભાઈ ઢાપાના કબ્જાના મકાનમાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના 12 ચપટા કબજે કર્યા હતા. આ કેસમાં વિપુલ ઉર્ફે જોની ઢાપા અને હાપાના રહેવાસી અનિલ અમરશીભાઈ મેર સામે ગુનો નોંધાયો છે. બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.

બીજા બનાવમાં ધ્રોલ પોલીસે લતીપર રોડ ઉપર લાલપુર ચોકડી પાસે ચેકિંગ દરમિયાન હોન્ડા સાઇન મોટરસાયકલમાં સણિયાના કોથળામાં છુપાવી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના 96 ચપટા ઝડપી પાડ્યા હતા. પોલીસે હાડાટોડા ગામના વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા ગુણવંતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર ગણેશપર ગામે રહેતા કેમટાભાઈ નરસિંગ મેહડાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બંને બનાવોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.