Jamnagar

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં જુગારના બે દરોડા, 11 શખ્સ ઝડપાયા

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. શેઠવડાળા પોલીસે માંડાસણ ગામમાંથી 4 શખ્સોને રૂ. 1,48,500ના મુદ્દામાલ સાથે ઝડપ્યા. જ્યારે જામજોધપુર પોલીસે રામવાડી, ઉમા પાર્ક-2માંથી 7 લોકોને રૂ. 10,920ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. કુલ 11 શખ્સો પાસેથી રૂ. 1,59,420નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં જુગારના બે દરોડા, 11 શખ્સ ઝડપાયા

Jamnagar: જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી બે સ્થળે દરોડા પાડી કુલ ૧૧ શખ્સને ઝડપી લીધા હતા. બંને દરોડામાંથી ગંજીપત્તાના પાના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૫૯,૪૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

શેઠવડાળા પોલીસે માંડાસણ ગામમાં 66 કે.વી. સબસ્ટેશનની પાછળની બાજુ દિવાલ પાસે સરકારી ખરાબામાં ઝાડી-ઝાંખરાની આડમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે ઇરફાનભાઈ રાણાભાઈ સમા, ઉ.વ.29, રહે. ચોરબેડી, તા.લાલપુર, જખરાભાઈ હાથીયાભાઈ ખુટી, ઉ.વ.48, રણમલભાઈ લાખાભાઈ ઓડેદરા, ઉ.વ.45, બંને રહે. છત્રાવડ, તા.કુતિયાણા, પોરબંદર તથા ચંદુભાઈ અમરાભાઈ જાદવ, ઉ.વ.58, રહે. પાનેલી મોટી, તા.ઉપલેટા, રાજકોટને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.1,42,500, બે મોબાઇલ ફોન રૂ.6,000 તથા ગંજીપત્તાના 52 પાના મળી કુલ રૂ.1,48,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

બીજા બનાવમાં જામજોધપુર પોલીસે રામવાડી ઉમા પાર્ક-૨માં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે રસિકભાઈ ઉર્ફે શોભરાજભાઈ શિવરામભાઈ દવે, ઉ.વ.48, કનૈયાલાલ મનસુખભાઈ મકવાણા, ઉ.વ.59, જયેશભાઈ કિશોરભાઈ કણસાગરા, ઉ.વ.35, ઉજાલભાઈ અમૃતલાલ ફળદુ, ઉ.વ.37, નીતાબેન વા.ઓ. વિજયભાઈ ચાગેલા, ઉ.વ.૩૫, રીનાબેન વા.ઓ. પીયુષભાઈ વૈષ્ણાણી, ઉ.વ.40 અને લીલીબેન વા.ઓ. કનૈયાલાલ મકવાણા, ઉ.વ.55, તમામ રહે. રામવાડી ઉમા પાર્ક-2, જામજોધપુરને ઝડપી/નોટિસ આપી હતી. સ્થળ પરથી રોકડા રૂ.૧૦,૯૨૦ તથા ગંજીપત્તાના ૫૨ પાના મળી કુલ રૂ.10,920નો મુદ્દામાલ કબજે કરાયો હતો.