લાલપુર તાલુકાના નવાગામની ખાનગી કંપનીમાં ચક્કર આવતાં ડ્રાઈવરનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લા ના લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં સ્ટોર રૂમ પાસે અચાનક ચક્કર આવતા નીચે પડી ગયેલા 35 વર્ષીય ડ્રાઈવરને તબીબી કેન્દ્રમાં તપાસ બાદ મૃત જાહેર કરવામાં આવતાં મેઘપર-પડાણા પોલીસે અકુદરતી મોતનો બનાવ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, રાહુલભાઈ જગદીશભાઈ ચિતરા (ઉ.વ.35), રહે. બાવાવાડ, પવનચક્કી, દિગ્વિજય પ્લોટ, જામનગર, તા.12 સપ્ટેમ્બરના સાંજના આશરે પાંચ વાગ્યાના સમયે નવાગામ સીમમાં આવેલી ખાનગી કંપનીના બી.કે.કે.ટી.એસ. કંપનીના સ્ટોર રૂમ વિસ્તારમાં પહોંચ્યા હતા. દરમિયાન તેમને અચાનક ચક્કર આવતાં તેઓ નીચે પડી ગયા હતા.
બાદમાં તેને કંપનીના મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મિલનકુમાર વાલજીભાઈ અંટોળા દ્વારા જાણ કરવામાં આવતાં મેઘપર-પડાણા પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકુદરતી મોતનો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




