Jamnagar

જામનગરમાં નશાની હાલતમાં રેલવે પાટા પર ઉભેલા યુવકને ટ્રેન અડફેટે લેતાં કરુણ મૃત્યુ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં એક કરુણ ઘટના બની છે. ધરાનગર-2 વિસ્તારમાં સાત નાળા પાસે રેલવે પાટા પર નશાની હાલતમાં ઉભેલા 35 વર્ષીય ફીરોજભાઈ ચના ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ગંભીર ઇજાઓ થતાં તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત તા. 03/10 ના રોજ સાંજે 6 વાગ્યે થયો હતો. સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નશાની હાલતમાં રેલવે પાટા પર ઉભેલા યુવકને ટ્રેન અડફેટે લેતાં કરુણ મૃત્યુ

Jamnagar News : જામનગરના ધરાનગર-2 વિસ્તારમાં સાત નાળા પાસે રેલવે પાટા ઉપર નશાની હાલતમાં ઉભેલા યુવકને અચાનક ટ્રેન અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.
મૃતક ફીરોજભાઈ મામદભાઈ ચના (ઉ.વ.35, રહે. ધરાનગર-2, દાતારી પાન હાઉસ પાસે) નશાની ટેવ ધરાવતા હોવાનું પોલીસ અહેવાલમાં જણાવાયું છે. તા.03/10ના સાંજે આશરે છ વાગ્યે તે રેલવે પાટા ઉપર ઉભા હતા ત્યારે અચાનક ટ્રેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
ટ્રેનની અડફેટે આવતાં ફીરોજભાઈને માથા તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. સીટી બી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.