Jamnagar

જામનગર નજીક રામપર પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી 3 શખ્સોએ ટ્રકના લૂમ વાયર અને ઇન્વર્ટરની બેટરી ચોરી ગયા

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં રામપર પાટીયા પાસે શ્રી મોમાઈ ટ્રાન્સપોર્ટમાં 14/09/2026ની રાત્રે 3 અજાણ્યા શખ્સો દિવાલ કૂદી પ્રવેશ્યા હતા. તેઓએ ટ્રકમાંથી ECM ઇલેક્ટ્રિક લૂમ વાયર, મેઈન ECM લૂમ વાયર અને ઇન્વર્ટરની બેટરી સહિત કુલ રૂ. 69,000ની ચોરી કરી હતી. ટ્રાન્સપોર્ટના મેનેજર અશફાકભાઈ હમદાને CCTV ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક રામપર પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી 3 શખ્સોએ ટ્રકના લૂમ વાયર અને ઇન્વર્ટરની બેટરી ચોરી ગયા

Jamnagar Theft Case : જામનગરના રામપરના પાટિયા પાસે આવેલા શ્રી મોમાઈ ટ્રાન્સપોર્ટમાં રાત્રિના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ દિવાલ કૂદી પ્રવેશ કરી ટ્રકના ઈ.સી.એમ.ના ઇલેક્ટ્રીક લૂમ વાયર તથા મેઈન ઈ.સી.એમ. લૂમ વાયર અને ઇન્વર્ટરની બેટરી મળી કુલ રૂ.69 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
નૂરી પાર્ક શેરી નં.3 માં રહેતા અને શ્રી મોમાઈ ટ્રાન્સપોર્ટમાં છેલ્લા 22 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા અશફાકભાઈ આભા મોહમદ હમદાન (ઉ.વ.42)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.14/09/2026ના રોજ સવારે તેઓ નોકરી પર પહોંચ્યા ત્યારે તેમની સાથે કામ કરતા વિજયસિંહે ટ્રાન્સપોર્ટમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ તપાસ કરતા ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ઈ.સી.એમ. ઈલેક્ટ્રીક લૂમ વાયર નંગ-1, મેઈન ઈ.સી.એમ. લૂમ વાયર નંગ-1 તથા આલ્ફા કંપનીની ઇન્વર્ટરની બેટરી નંગ-1 ગાયબ હોવાનું જણાયું હતું. ટ્રાન્સપોર્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં રાત્રિના આશરે એકથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ઉપરોક્ત સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
ચોરી થયેલા ઈ.સી.એમ. ઇલેક્ટ્રીક લૂમ વાયર અને મેઈન ઈ.સી.એમ. લૂમ વાયર સહિત ઇન્વર્ટરની બેટરીની કુલ કિંમત રૂ.69,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલિક બહાદુરસિંહ પ્રતાપસિંહ જાડેજાને જાણ કર્યા બાદ અજાણ્યા ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.