Jamnagar

જામનગર જિલ્લામાં દારૂના ત્રણ કેસ : દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસે ઝુંબેશ ચલાવી છે. જિલ્લાના અલગ-અલગ સ્થળોએથી પોલીસે દારૂના 3 કેસ નોંધી, રૂ.807.84ની કિંમતની અંગ્રેજી દારૂની બોટલ, રૂ.1,400ના વિદેશી દારૂના ચપલા જપ્ત કર્યા છે. અલીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો રૂ.6,620નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં દારૂના ત્રણ કેસ : દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અલગ-અલગ સ્થળોએ દારૂના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક સ્થળેથી અંગ્રેજી દારૂની બોટલ, અન્ય સ્થળેથી વિદેશી દારૂના ચપલા અને અલીયા ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જામજોધપુર પોલીસ સ્ટેશનની ટીમે ધ્રાફા ફાટક પાસે એક શખ્સને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ બ્રાન્ડની 750મિલીલીટરની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ.807.84ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી હતી.
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીયા ગામની સીમમાં નવોદય શાળા પાછળ આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડતાં કાચો આથો, દારૂ બનાવવાના સાધનો, બેરલ, ચુલ્લો અને ગેસ બાટલો સહિત રૂ.6,620નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે આરોપી પોલીસ દરોડા સમયે હાજર મળી આવ્યો ન હતો અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત જામનગર સીટી બી. ડિવિઝન વિસ્તારમાં ગોમતીપુર ખાતે વિક્ટોરિયા પુલ નીચે એક શખ્સ પાસેથી પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના ચાર ચપલા મળી આવતા પોલીસે રૂ.1,400નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.
સંબંધિત પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.