Jamnagar

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પોલીસે પાડેલા દારૂના બે દરોડામાં ત્રણ આરોપી ઝડપાયા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે દારૂ અંગે 2 દરોડા પાડી 3 શખ્સોને ઝડપ્યા છે. હિંગળાજ ચોક પાસે હરેશ ગૌરી પાસેથી રૂ. 2,100નો દારૂ મળ્યો. દિગ્વિજય પ્લોટમાંથી અજીત ઠાકોર રૂ. 100ના દારૂ સાથે પકડાયો. ચેલા ગામ પાસેથી સાહિલ લાખા રૂ. 3,000ના દારૂ સાથે ઝડપાયો. પોલીસે કુલ રૂ. 5,200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પોલીસે પાડેલા દારૂના બે દરોડામાં ત્રણ આરોપી ઝડપાયા

Jamnagar Liquor Raid : જામનગર શહેર તથા પંચકોશી-બી પોલીસ મથક વિસ્તારમાં પોલીસે દારૂ અંગે બે અલગ-અલગ દરોડા પાડી ત્રણ શખ્સોને ઝડપી લઈ કુલ રૂ.5,200ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
જામનગર સીટી-એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડે તા.15ના રોજ બપોરે હિંગળાજ ચોક, દિગ્વિજય પ્લોટ-58ના જાહેર માર્ગ ઉપર દરોડો પાડી હરેશ ઉર્ફે હરીભાઈ નરશીભાઈ ગૌરી (ઉ.વ.45)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.2,100ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની સીલબંધ ચપટા નંગ-21 મળી આવી હતી.
આ જ પોલીસ મથકની ટીમે તા.15ના રોજ રાત્રે દિગ્વિજય પ્લોટ-58માં બાળકોના સ્મશાન પાસે જાહેર રોડ પરથી અજીતભાઈ વશરામભાઈ ઠાકોર (ઉ.વ.40)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.100ની કિંમતનું દારૂનું ચપટું નંગ-1 મળી આવ્યુ હતું.
જ્યારે પંચકોશી-બી પોલીસે ચેલા ગામે માધવવિહાર સોસાયટીના ખૂણા પાસેથી સાહિલભાઈ રસીદભાઈ લાખા (ઉ.વ.22)ને ઝડપી લીધો હતો. તેની એક્સેસ મોટરસાયકલની ડેકીમાંથી રૂ.3,000ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-2 મળી આવી હતી. ત્રણેય બનાવોમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.