Jamnagar

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં ગઈકાલે 18 તાલીમાર્થી જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ જતાં દોડધામ

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ લઈ રહેલા 18 જવાનોને ફૂડ પોઈઝનિંગ થતા જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાંજે ભોજન લીધા બાદ ઝાડા-ઊલટીની તકલીફ શરૂ થઈ હતી. એકસાથે આટલા જવાનો આવતા હોસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જોકે, 14 જવાનોને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. બાકીનાની હાલત પણ સ્થિર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં ગઈકાલે 18 તાલીમાર્થી જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ જતાં દોડધામ

Jamnagar: જામનગરના જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ લઈ રહેલા 18 તાલીમાર્થી જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકસાથે જવાનોને હોસ્પિટલમાં લાવવામાં આવતાં પોલીસ તંત્ર અને હોસ્પિટલના તબીબી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, તમામ જવાનોની તબિયત સામાન્ય હોવાથી 18 પૈકીના 14 જવાનોને બે-ત્રણ કલાકની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં હાલ 100થી વધુ જવાનો તાલીમ મેળવી રહ્યા છે. આ દરમિયાન સાંજના સમયે કેટલાક તાલીમાર્થી જવાનોને ઝાડા-ઊલટી જેવી તકલીફ શરૂ થઈ હતી. પરિણામે સમયાંતરે જુદા-જુદા જવાનોને જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કુલ 18 જવાનોને આવી તકલીફ થતાં તબીબી સારવાર આપવામાં આવી હતી.

જવાનોએ પોલીસ હેડક્વાર્ટરમાં ભોજન લીધા બાદ આ તકલીફો ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, 100થી વધુ જવાનોમાંથી માત્ર અમુક જ જવાનોને અસર થઈ હોવાનું નોંધપાત્ર છે. તબીબોના જણાવ્યા અનુસાર, કોઈ પણ જવાનની હાલત ચિંતાજનક નહોતી અને 14 જવાનોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.