રાજકોટ તાલુકા પોલીસના વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી નાસતા આરોપીને જામનગરથી ઝડપી લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાની દેખરેખ હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસની પેટ્રોલિંગ ટીમના એએસઆઈ નિર્મળસિંહ બી. જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જી. જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ 316(2) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી મીલન પ્રવિણભાઈ અગ્રાવત ખીજડિયા ગામના પાટિયા પાસે ઉભો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં મીલનભાઈ પ્રવિણભાઈ મગનભાઈ અગ્રાવત (ઉં.વ. 26, ધંધો-મજૂરી, રહે. ખીજડિયા ગામ, હવેલી બાજુ, તા.જી. જામનગર) મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.




