જામનગરમાં શનિવારે યોજાયેલી લોક અદાલતમાં પીજીવીસીએલના 705 કેસોનું સફળ સમાધાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જામનગર સર્કલ કચેરી હેઠળ તા. 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી લોક અદાલતમાં વીજ બિલ તથા વીજ વસૂલાતને લગતા કુલ 705 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતમાં 665 પ્રી-લિટિગેશન કેસોમાં કુલ રૂ. 182.33 લાખની રકમ સંકળાયેલી હતી, જે પૈકી રૂ. 117.78 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું. આમાંથી રૂ. 61.76 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી.
તે ઉપરાંત 40 લિટિગેશન કેસોમાં કુલ રૂ. 30.80 લાખની રકમ સંકળાયેલી હતી, જે પૈકી રૂ. 23.69 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું અને રૂ. 13.71 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી.
આમ, જામનગર સર્કલ હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ 705 કેસોમાં સંકળાયેલી રૂ. 213.13 લાખની રકમ સામે રૂ. 141.47 લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું અને રૂ. 75.47 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી.
લોક અદાલતના માધ્યમથી મોટી સંખ્યામાં કેસોનું ઝડપી તથા પરસ્પર સંમતિથી નિરાકરણ થતાં વીજ ગ્રાહકોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત મળી હતી. સાથે જ કંપનીની બાકી વીજ વસૂલાતમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.




