જામનગરમાં પાવરચોરીના બે કેસમાં પોણા ચાર લાખ રૂપિયાનો દંડ તથા ચાર વર્ષની સજા ફટકારતી સ્પે. કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના નગર સીમ વિસ્તાર માં એક જ મકાનમાં વીજ ચેકીંગ વખતે બે વખત વીજ ચોરી ઝડપાઈ હતી. તે કેસમાં આરોપી મહિલા ને ચાર વર્ષ ની સજા આને રૂ.પોણા ચાર લાખ ના દંડ નો સ્પે .કોર્ટે દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
ગત તા. 12/12/2022ના રોજ વીજ ચેકીંગ અધિકારી એ.આર.પરમાર અને તેના સ્ટાફ તેમજ બીજા કેસમાં તા. 19/09/2024ના રોજ ચેકીંગ અધિકારી પી. બી. પ્રસાદ ધ્વારા નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતાં ધ્વારકેશ -5 , પાસેના વિસ્તારમાં રહેણાંક મકાનમાં નીતાબેન દેવશીભાઈ જાદવની હાજરીમાં વીજ જોડાણ ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવાનું જણાયું હતું.
જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યા પછી નગરસિમ સબ ડિવિઝન ના નાયબ ઇજનેર ફરીયાદી પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજા એ આ કામના આરોપી નીતાબેન દેવશીભાઈ જાદવ વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂા. 63,906.76 તથા બીજા કેસમાં રૂા. 60,815.51ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેક્ટ્રિસીટી એકટની કલમ -135 મુજબની ફરીયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ સ્પે. કોર્ટ માં બંને કેસો ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ-7 સાક્ષી અને 17-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ મુળ ફરીયાદી તથા સરકાર તરફે દલીલો કરેલ જે તમામ દલીલો ધ્યાને લઈ સ્પે. કોર્ટ ધ્વારા આરોપી ને બંને કેસ માં રૂા. 3,75,000 દંડ તથા બે-બે વર્ષ ની સજા તથા પી.જી.વી.સી.એલ.ને રૂા. 15,000 વળતર તરીકે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે .તેમજ આરોપી નિતાબેન દેવશીભાઈ જાદવ પાસે થી સીવીલ રાહે વસુલાત કરવા માટે દાવો કરવા ની જરૂર રહેશે નહી. અને આ હુકમના આધારે ડાયરેકટ દરખાસ્ત દાખલ કરીને પુરવણી બીલની રકમ મેળવી શકાશે.તેવો પણ આદેશ કરાયો છે.
આ કેસમાં પી.જી.વી.સી.એલ. તરફે રાજેશ કે. વસીયર તથા સરકાર તરફે સરકારી વકીલ ડી. આર. ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.









