જામનગરના ધુતારપર ગામે મોડી રાત્રે મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.65 લાખની રોકડ ભરેલી પેટી ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર તાલુકાના ધુતારપર ગામે મોડી રાત્રે મકાનમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી પતરાની પેટીમાં રાખેલી રૂ.1.65 લાખની રોકડની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ધુતારપર ગામે રહેતા 60 વર્ષીય મનજીભાઈ જગશીભાઈ વાઘેલા માલ-ઢોરની લે-વેચનો વ્યવસાય કરે છે. તા.31 ઓગસ્ટની રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં અજાણ્યો ચોર ઈસમ તેમના રહેણાંક મકાનના રૂમમાં ગેરકાયદે પ્રવેશ્યો હતો.
ચોરે રૂમમાં રાખેલી પતરાની પેટી, જેમાં ફરિયાદીએ આશરે રૂ.1,65,000ની રોકડ રકમ રાખી હતી, તે ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 તથા 331(4) મુજબ ગુનો નોંધાયો છે.




