Jamnagar

જામનગર નજીક દડીયામાં પિતા-પુત્ર પર 6 શખ્સોએ કર્યો હુમલો: ફોનમાં વાતચીત કરવાનો ખાર રાખી ડખ્ખા કર્યાની ફરિયાદ

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના દડીયા ગામ પાસે કુબેર પાર્ક નજીક યુવતી સાથે ફોન પર વાતચીત કરવાના ખારમાં પિતા-પુત્ર પર 6 શખ્સોએ પાઈપ, ધોકા અને બેટ વડે હુમલો કર્યો. મનસુખભાઈ લખીયર અને તેમના પુત્ર કૌશિક પર જયેશ, સુભાષ, કૌશલ, મનીષ, મલ્લુ અને સાગર નામના શખ્સોએ હુમલો કર્યો હતો. મનસુખભાઈને ગંભીર ફ્રેક્ચર થતા, તેમને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દડીયામાં પિતા-પુત્ર પર 6 શખ્સોએ કર્યો હુમલો: ફોનમાં વાતચીત કરવાનો ખાર રાખી ડખ્ખા કર્યાની ફરિયાદ

Jamnagar: જામનગર તાલુકાના દડીયા ગામ પાસે આવેલા કુબેર પાર્ક નજીક જ્ઞાતિની એક યુવતી સાથે સામાન્ય ફોન પર વાતચીત કરવાના ખારમાં પિતા-પુત્ર પર 6 શખ્સોએ પાઈપ, ધોકા અને બેટ વડે હુમલો કરતાં 6 શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

બનાવની વિગત અનુસાર, ખેડૂત મનસુખભાઈ રામજીભાઈ લખીયર (ઉ.વ.45) અને તેમનાપુત્ર કૌશિક એગ્રોમાંથી કપાસની -દવા લઈને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં રોકીને જયેશ હેમતભાઈ ગંઢા સુભાષ હેમતભાઈ ગંઢા, કૌશલ સુરેશભાઈ ગંઢા, મનીષ ધીરૂભાઈ ગંઢા, મલ્લુ ઉર્ફે મહેન્દ્ર પરેશભાઈ ગંઢા તથા સાગર જીગ્નેશભાઈ ગંઢા નામના શખ્સોએ આડેધડ માર માર્યો હતો.

આ હુમલામાં મનસુખભાઈને ડાબા હાથની આંગળીમાં, ડાબા પગના અંગૂઠામાં તથા ઘૂંટણથી નીચેના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તમામ 6 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.