જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટાં સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ; જામવંથલીમાં સૌથી વધુ 15 મી.મી. વરસાદ નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જો કે ત્યારબાદ આખો દિવસ કોરો રહ્યો હતો, અને આજે પણ મેઘરાજાએ વીરામ રાખ્યો છે. સાથે સાથે જામનગર જીલ્લાના ધ્રોલમાં બપોરે એક વરસાદનું ઝાપટું વરસી ગયું હતું અને ત્યાર પછી ઉઘાડ નીકળી ગયો હતો.
ત્યારબાદ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે. જિલ્લામાં સૌથી વધુ 15 મી.મી. વરસાદ જામવંથલીમાં નોંધાયો હતો. જ્યારે મોટી ભલસાણમાં 12 મી.મી., લૈયારા અને હરિપરમાં 7-7 મી.મી., દરેડમાં 3 મી.મી. તેમજ વસઈ, લાખાબાવળ, ઘુનડા, પીપરટોડા, પડાણા અને મોડપરમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય મોટાભાગના ગામોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.
દરમિયાન, તા. 18-07-2026ના હવામાનના આંકડા મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને પવનની સરેરાશ ગતિ 13.3 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.




