Jamnagar

જામનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ચોમાસાની વિદાય ટાણે મંગળવારે જામજોધપુર પંથકમાં 26 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે વાંસજાળિયામાં આશરે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, બુધવારે સવારથી જામનગરમાં સૂર્યનો આકરો મિજાજ જોવા મળ્યો અને ગરમીનો અનુભવ થયો. હવામાન વિભાગે આજે 31 ડિગ્રી તાપમાન અને સામાન્ય વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ

Jamnagar Raid Update : જામનગર જિલ્લામાં ચોમાસાની વિદાયના તબક્કા વચ્ચે મંગળવારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જામનગર જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રો મારફતે પ્રાપ્ત વિગતો મુજબ જામજોધપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. કેટલાક સ્થળોએ ટૂંકા સમયગાળામાં જ સારો વરસાદ વરસ્યો હતો.
જામજોધપુર પંથકમાં 26 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વાંસજાળિયામાં પણ આશરે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જોકે, સમગ્ર જિલ્લામાં એકસરખો વરસાદ નોંધાયો ન હતો અને મોટાભાગના વિસ્તારોમાં હળવાં ઝાપટાં પૂરતા જ વરસાદ રહ્યો હતો. અગાઉના 24 કલાકના સત્તાવાર આંકડાઓમાં પણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ સ્થળવાર અલગ-અલગ જોવા મળ્યું હતું. આજે સવારથી સૂર્યનો આકરો મિજાજ દરમિયાન આજે બુધવારે વહેલી સવારથી જ જામનગર શહેર સહિતના વિસ્તારોમાં આકાશ મોટાભાગે ખુલ્લું થયું છે અને સૂર્યદેવતાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ બાદ ફરી ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના જામનગર માટેના અહેવાલ મુજબ આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે અને સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક ગાજવીજ અથવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલમાં જોકે જામનગર શહેરમાં વરસાદ કરતાં તડકો વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સ્થિતિ તરફ હવામાન આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગની આગાહીઓ પરથી જણાય છે.